મહારાષ્ટ્રના જલગાંવમાં એક મહિલાના જુસ્સાના અનોખા સમાચાર સામે આવ્યા છે. દીપડાના હુમલાથી બચવા માટે 13 કલાક પાણીમાં રહેવાની આ કહાની છે. લતાબાઇ દિલીપ કોળી જલગાંવના કોલમ્બા ગામના રહેવાસી છે. દીપડો જોઇને લતા બાઇ પોતાનો જીવ બચાવવા માટે નદીમાં કુદી તો ગયા પરંતુ તે પછી જે થયુ તે ચોકાવનારૂ હતુ. લગભગ 70 કિલોમીટર સુધી પાણીમાં તરીને નદી કિનારે તે પહોચ્યા હતા.
Advertisement
Advertisement
દીપડાને જોઇને નદીમાં કૂદકો માર્યો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે દિવસે લતાબાઇ પોતાના ખેતરમાં મગફળી લેવા ગયા હતા. આ દરમિયાન એક કૂતરો દોડતા ત્યાથી પસાર થયો હતો. જ્યાર સુધી લતાબાઇ કઇક સમજી શકતા પાછળથી દીપડાનું એક બચ્ચુ બહાર આવ્યુ જે શ્વાન પર હુમલા માટે દોડતો હતો. પોતાનો જીવ બચાવવા માટે મહિલા ખેતરની બાજુમાંથી પસાર થઇ રહી હતી અને તાપી નદીમાં કૂદી ગઇ હતી. લતાબાઇને લાગ્યુ કે નદીની બીજી તરફથી તે નીકળી જશે.
કોઇની નજર ના પડી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લતાબાઇ બીજા કિનારા સુધી પહોચી શકી નહતી. નદીનો વહાવ એટલો ઝડપી હતો કે તે વહી ગઇ હતી. લતા બાઇએ જાણકારી આપતા જણાવ્યુ કે નદીની વચ્ચે તેને પાડલસરે બાંધ પણ મળ્યો જેને પકડીને તેને બહાર નીકળવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ પાણીના ઝડપી વહાવને કારણે તે નીકળી શકી નહતી, તેમણે જણાવ્યુ કે એક સમય આવ્યો જ્યારે તે નદી પર બનેલા એક પુલની નીચેથી પસાર થઇ હતી. ત્યા લોકો ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરતા હતા પરંતુ કોઇની પણ નજર લતાબાઇ પર પડી નહતી.
બીજી તરફ લતા બાઇના ઘરે ના પરત ફરવા પર પરિવારજનો ચિંતામાં હતા. તે સાંજ સુધી પરત ના ફરી તો પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી પરંતુ લતા બાઇની કઇ ભાળ મળી નહતી. તે પછી હૉસ્પિટલમાંથી ફોન આવતા જ લતા બાઇના સમાચાર મળ્યા હતા. લગભગ 13 કલાક સુધી નદીમાં 70 કિલોમીટર વહીને લતા બાઇ સુરક્ષિત ઘરે પરત ફર્યા હતા.
કેળાના સહારે વહેતા ગયા
જ્યારે લતા બાઇને પૂછવામાં આવ્યુ કે આટલા મોડા સુધી પાણીમાં કેવી રીતે રહી ગયા તો તેમણે જણાવ્યુ કે નદીમાં કેળાનું ડાળુ મળ્યુ હતુ જેને પકડી લીધુ હતુ અને તેના સહારે તે પાણીના વહાવ સાથે આગળ વધતી રહી હતી. લતા બાઇ અનુસાર ભગવાન અને કેળાને કારણે તેનો જીવ બચી શક્યો હતો. તે હવે દર વર્ષે તે દિવસે કેળાની ડાળીની પૂજા કરશે.
Advertisement