Gujarat Exclusive > દેશ-વિદેશ > ચા વાળાએ PM મોદીને દાઢી કરાવવા માટે ₹ 100નો મનીઑર્ડર મોકલ્યો, સાથે પત્રમાં લખી પોતાની માંગ

ચા વાળાએ PM મોદીને દાઢી કરાવવા માટે ₹ 100નો મનીઑર્ડર મોકલ્યો, સાથે પત્રમાં લખી પોતાની માંગ

0
118

નવી દિલ્હી: મહારાષ્ટ્રના બારામતીથી એક ચા વાળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 100 રૂપિયાનો મની ઑર્ડર મોકલ્યો છે અને તે પૈસાથી દાઢી કરાવવાનું કહ્યું છે. વડાપ્રધાનને દાઢી કરાવવા માટે 100 રૂપિયાનો મની ઓર્ડર મોકલનારા આ ચા વાળાનું નામ અનિલ મોરે છે. હકીકતમાં કોરોના વાઈરસના સંક્રમણ સાથે જ વડાપ્રધાન મોદીએ દાઢી વધારવાનું શરૂ કરી દીધુ હતું. જો કે અનિલ મોરેએ વડાપ્રધાન મોદીને મની ઑર્ડર મોકલવા સાથે એક સલાહ આપી છે. PM Modi Beard

અનિલ મોરે નામના આ શખ્સનું કહેવું છે કે, લૉકડાઉનના કારણે અનેક લોકોના ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે. રોજગાર છીનવાઈ ગયા છે. આથી જો વડાપ્રધાને કંઈક વધારવું હોય, તો રોજગારીના અવસર વધારવા જોઈએ.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઈન્દરપુર રોડ પર આવેલ એક ખાનગી હોસ્પિટલની સામે ચાની કિટલી ચલાવતા અનિલ મોરેએ જણાવ્યું કે, વડાપ્રધાને દાઢી વધારી દીધી છે. જો તેમણે કંઈખ વધારવું હોય તો તે દેશના લોકો માટે રોજગારની તકો હોવી જોઈએ. દેશની વસ્તી માટે વૅક્સિનેશનમાં ઝડપ લાવવાના પ્રયત્નો કરવા જોઈએ અને વર્તમાન સ્વાસ્થ્ય સુવિધા સુધારવા માટેના પ્રયત્ન કરવા જોઈએ.

અનિલે વધુમાં જણાવ્યું કે, છેલ્લા દોઢ વર્ષથી લોકડાઉનના કારણે તેમનું કામ ઠપ્પ થયું છે. જેનાથી નારાજ થઈને તેમણે સીધો વડાપ્રધાન મોદીના નામે રજિસ્ટર પત્ર મોકલી દીધો અને તેમાં પોતાની માંગો પણ લખીને જણાવી છે.

આ પણ વાંચો:  ટ્વીટર પર બેન બાદ નાઈજીરિયાની સરકારે ભારતીય એપ Koo અપનાવી  PM Modi Beard

શું છે ચા વાળા અનિલ મોરેની માંગ? PM Modi Beard
અનિલ મોરેનું કહેવું છે કે, PM મોદી દેશના સૌથી મોટા નેતા છે. અમારા મનમાં તેમના પ્રત્યે આદર છે. તેમને પરેશાન કરવાનો અમારો હેતુ નથી, પરંતુ લોકડાઉનના કારણે લાખો લોકો હેરાન છે.

મોરેએ પોતાના મની ઑર્ડર સાથે એક પત્ર પણ મોકલ્યો છે. જેમાં કોરોનાથી જીવ ગુમાવનારા દરેક શખ્સના પરિવારને 5 લાખ રૂપિયાની મદદ આપવા અને લૉકડાઉન વધુ લંબાવવા પર દરેક પરિવારને 30 હજાર રૂપિયાની મદદ આપવાની માંગ કરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat