Gujarat Exclusive > દેશ-વિદેશ > મહારાષ્ટ્ર: દારૂ ના મળતા ગટગટાવ્યું સેનિટાઈઝર, 7 લોકોના મોત

મહારાષ્ટ્ર: દારૂ ના મળતા ગટગટાવ્યું સેનિટાઈઝર, 7 લોકોના મોત

0
64

મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં બે અલગ-અલગ ઘટનાઓમાં સેનિટાઈઝર પીવાથી સાત લોકોના મોત થઈ ગયા છે. આ ઘટનાથી વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. પોલીસનું કહેવું છે કે, આ બધા લોકોને દારૂ ના મળવાના કારણે તેઓએ સેનિટાઈઝર પી લીધો હતો. તે પછી ગંભીર સ્થિતિમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર દરમિયાન મોત થઈ ગઈ હતી.

લોકડાઉન હોવાના કારણે દારૂની દુકાનો હાલમાં બંધ છે. જેના કારણે દારૂ પીનારાઓને નશો મેળવવા માટે જ્યાં-ત્યાં ભટકવું પડી રહ્યું છે. તેમની દારૂની તલબ તેની મોતનું કારણ બની ગઈ. પ્રથમ કેસ વાની શહેરના તેલી ફિલ વિસ્તારનો છે, જ્યાં દત્તા લાંજેવાર અને નૂતન પાથકર નામના બે લોકોએ દારૂ ના મળવાના કારણે સેનિટાઈઝર ગટગટાવ્યો હતો. જે તેમના મોતનું કારણ બની ગયું.

તે પછી બીજી ઘટના આયાત નગરથી સામે આવી છે. જ્યાં સંતોષ મહેર, ગણેશ નાંદેકર, ગણેશ સેલાર અને સુનીલ ઢેંગલેની સેનિટાઈઝર પીવાના કારણે મોત થઈ ગઈ. ઘટનાની સૂચના મળથા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને મૃતકોના શબોને પોસ્ટ મોર્ટમ માટે ગ્રામીણ હોસ્પિટલોમાં મોકલી દીધા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat