Gujarat Exclusive > રાજનીતિ > મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર પણ સુપર મુખ્યમંત્રીનું પદ NCP પાસે: ભાજપ

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર પણ સુપર મુખ્યમંત્રીનું પદ NCP પાસે: ભાજપ

0
389

મુંબઈ: ભારતીય જનતા પાર્ટીના નેતા શાહનવાઝ હુસૈને મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર પર નિશાન સાધતા જણાવ્યું કે, ઉદ્ધવ ઠાકરે માત્ર કઠપૂતળી મુખ્યમંત્રી બનીને રહી ગયા છે અને તેઓ તમામ કામો નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ના ઈશારે કરી રહ્યાં છે. શાહનવાઝનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે મહારાષ્ટ્રમાં ભીમા-કોરેગાંવ કેસની NIA તપાસને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંજૂરી આપવાથી NCP સુપ્રીમો શરદ પવાર નારાજ જોવા મળી રહ્યાં છે.

હુસૈને જણાવ્યું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો ઉદ્ધવ ઠાકરે છે, પરંતુ સુપર મુખ્યમંત્રીનું પદ NCP પાસે છે. મહારાષ્ટ્રમાં જે શરદ પવાર કહે તેમ જ કરવામાં આવે છે. ઉદ્ધવજીને એક કઠપૂતળી મુખ્યમંત્રી બનાવીને રાખી દીધા છે તેમના સહયોગીઓએ.

જણાવી દઈએ કે, ભીમા-કોરેગાંવ કેસની NIA તપાસથી નારાજ NCP સુપ્રીમો શરદ પવારે હવે મહારાષ્ટ્ર સરકાર તરફથી સમગ્ર મામલે SIT તપાસ કરાવવાનો નિર્ણય કર્યો છે. જે બાદ કેન્દ્ર તરફથી ભીમા-કોરેગાંવ હિંસા કેસની તપાસ NIA કરશે અને રાજ્ય સરકાર તરફથી આ મામલે SIT તપાસ કરશે.

અગાઉ જાન્યુઆરીમાં મહારાષ્ટ્ર સરકારે ભીમા-કોરેગાંવ હિંસાની તપાસ NIAને સોંપવાનો વિરોધ કર્યો હતો, પરંતુ પછી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંજૂરી આપી હતી. જેનાથી નારાજ શરદ પવારે સોમવારે NCP નેતાઓની બેઠક બોલાવી હતી. જેમાં ભીમા-કોરેગાંવ કેસની તપાસ રાજ્ય સરકાર તરફથી SIT પાસે કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

જમ્મુ-કાશ્મીરમાં સોશિયલ મીડિયા યુઝર્સ પર લાગ્યો UAPA, જાણો કેટલો કડક છે આ કાયદો?