Gujarat Exclusive > રાજનીતિ > રાજ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે મુલાકાત, મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણોની અટકળો તેજ

રાજ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે મુલાકાત, મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણોની અટકળો તેજ

0
352

મુંબઈ: ભાજપે શિવસેના સાથે પોતાના સબંધો તોડી નાંખ્યા બાદ BJP હવે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) સાથે નવા સબંધો વિક્સાવવાનો પ્રયત્ન કરી રહી છે. મંગળવારે MNS ચીફ રાજ ઠાકરે અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે દોઢ કલાક સુધી ચાલેલી મુલાકાત બાદ અટકળોએ વેગ પકડ્યો છે. બન્ને વચ્ચે શું વાતચીત થઈ? તેની કોઈ માહિતી નથી, પરંતુ આ મુલાકાતથી મહારાષ્ટ્રમાં નવા રાજકિય સમીકરણોની ચર્ચા તેજ થઈ ગઈ છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે, ફડણવીસે મુંબઈના પ્રભાદેવી સ્થિત એક પોશ હોટલમાં ઠાકરે સાથે મુલાકાત કરી હતી. જે બાદ બન્ને નેતાઓ મીડિયાથી બચીને હોટલના અલગ-અલગ દરવાજાથી બહાર નીકળ્યા હતા. જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી MNS ચીફ રાજ ઠાકરેના નિશાના પર રહ્યાં. આટલું જ નહીં, પોતાની વાતને સાબિત કરવા માટે રાજ ઠાકરે પોતાની રેલીઓમાં મલ્ટીમીડિયા પ્રેજેન્ટેશનનો પણ ઉપયોગ કર્યો હતો. એવામાં હવે આ મુલાકાતના અનેક અર્થ નીકાળવામાં આવી રહ્યાં છે.

કહેવાય છે કે, મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકાર બન્યા બાદ રાજ ઠાકરેએ પોતાનું રાજકીય કદ વધારવા માટે નવી રણનીતિ અપનાવી છે. શિવસેના સાથે અલગ થયા બાદ જ રાજ ઠાકરેએ ભાજપ સાથે વાતચીત શરૂ કરી હતી. MNS ચીફ ભાજપ સાથે હાથ મીલાવીને મહાવિકાસ અઘાડીના જવાબમાં હિન્દુત્વની વિચારધારાની રાજનીતિ આગળ વધારી શકે છે.

એવી પણ અટકળો થઈ રહી છે કે, રાજ ઠાકરે પોતાની પાર્ટીના ઝંડાનો રંગ બદલીને ભગવો કરવા જઈ રહી છે . હાલ MNSના ઝંડામાં ત્રણ રંગો છે. પાર્ટીના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી જૂના ઝંડાને દૂર કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, રાજ ઠાકરે શિવસેના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ છે. મહારાષ્ટ્રમાં અસ્તિત્વની લડાઈ લડી રહેલા MNSને વિધાનસભા ચૂંટણીમાં માત્ર 1 બેઠક મળી હતી. 23 જાન્યુઆરીએ MNSનું કાર્યકર્તા સંમ્મેલન છે. જેમાં રાજ ઠાકરે કોઈ મોટી જાહેરાત કરી શકે છે. કહેવાય છે કે, આ મોટી જાહેરાત CAA પર સમગ્ર દેશમાં અલગ પડી ચૂકેલી ભાજપને રાહત આપી શકે છે.

અમેરિકા-ઈરાન તનાવની અસર ભારતીય શેર બજાર પર, સેન્સેક્સ 350 અંક તૂટ્યો