Gujarat Exclusive > રાજનીતિ > મહારાષ્ટ્ર: ભાજપનું રાહુલ ગાંધી વિરૂદ્ધ પ્રદર્શન, ‘મૈં ભી સાવરકર’ની ટોપી પહેરી પહોંચ્યા ધારાસભ્યો

મહારાષ્ટ્ર: ભાજપનું રાહુલ ગાંધી વિરૂદ્ધ પ્રદર્શન, ‘મૈં ભી સાવરકર’ની ટોપી પહેરી પહોંચ્યા ધારાસભ્યો

0
1431

મુંબઈ: મહારાષ્ટ્રની રાજનીતિમાં ઘમાસાણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. એક તરફ ભાજપના સહયોગી અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં મોટો રાજનીતિક ભૂકંપ આવવાનો છે. બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ સરકાર વિરૂદ્ધ બાંયો ચઢાવી છે.

“ભારત બચાવો રેલી”માં શનિવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના “મેં રાહુલ ગાધી હું, વીર સાવરકર નહીં” વાળા નિવેદન પર સર્જાયેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે મહારાષ્ટ્રમાં ભાજપના નેતાઓએ તેનો વિરોધ કરવા માટે નવી તરકીબ અજમાવી છે.

નાગપૂરમાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત તમામ ભાજપના ધારાસભ્યો “મૈ ભી વીર સાવરકર” લખેલી ટોપી પહેરીને વિધાનસભાના શિયાળુ સત્રમાં ભાગ લેવા આવ્યા અને રાહુલ ગાંધી વિરૂદ્ધ પ્રદર્શન કર્યું.

ચોકીદાર બાદ I Am Savarkar
જણાવી દઈએ કે, હાલ નાગપુરમાં મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળ સત્ર ચાલી રહ્યું છે. રાહુલ ગાંધીની ટિપ્પણી પર પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસ ભાજપના ધારાસભ્યો સહિત લાલ રંગની ટોપી પહેરી વિધાનસભામાં પહોંચ્યા. આ ટોપી પર I Am Savarkar લખેલું હતું.

ઉલ્લેખનીય છે કે, ઝારખંડમાં ચૂંટણી રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ દેશમાં વધતી જતી દુષ્કર્મની ઘટનાઓ અંગે મોદી સરકારને આડેહાથ લેતા જણાવ્યું કે, રેપ ઈન ઈન્ડિયા કહ્યું હતું. જેને પગલે સંસદમાં ભાજપ સાંસદોએ રાહુલ ગાંધી પાસે માફીની માંગ કરી હતી. જે બાદ શનિવારે કોંગ્રેસની ભારત બચાવો રેલીમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, હું ક્યારેય માફી નહીં માંગુ. હું રાહુલ ગાંધી છું, સાવરકર નહીં કે માફી માંગીશ. જો કે શિવસેનાએ પણ રાહુલ ગાંધીના આ નિવેદનને વખોડ્યું હતું.

‘ગેરકાયદે વસતા બાંગ્લાદેશી નાગરિકોને પરત બોલાવીશું, યાદી સોંપે ભારત’