Gujarat Exclusive > રાજનીતિ > મહારાષ્ટ્રઃ Eknath Khadseનો બળાપો; ફડણવીસને કારણે ભાજપને છોડ્યો

મહારાષ્ટ્રઃ Eknath Khadseનો બળાપો; ફડણવીસને કારણે ભાજપને છોડ્યો

0
290

હું માત્ર દેવેન્દ્ર ફડણવીસથી નારાજ છુંઃ Eknath Khadse

મુંબઇઃ મહારાષ્ટ્ર ભાજપમાંથી રાજીનામું આપી શરદ પવારનો હાથ થામનારા એકનાથ ખડસે (Eknath Khadse)એ ‘ભાજપમાંથી ખરવા’ અંગે પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ સામે ભરપેટ બળાપો કાઢ્યો. ખડશેએ કહ્યું કે તેમને ભાજપ કે તેના મોવડીમંડળ સામે કોઇ જ વાંધો નથી. ફડણવીસને કારણે પક્ષને છોડ્યો છે.

મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ નેતા એકનાથ ખડસે હવે વિધિવત રીતે NCPમાં સામેલ થશે. પરંતુ તે પહેલાં તેમણે ભાજપમાંથી રાજીનામા અંગે જણાવ્યું કે,

“આજે મેં ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું. 40 વર્ષો સુધી મેં ભાજપને જન-જન સુધી પહોંચાડવાનું કામ કર્યું. ભાજપે પણ મને આ દરમિયાન ઘણા હોદ્દા આપ્યા, મારી ભાજપ સાથે કોઇ નારાજગી નથી.”

“ભાજપમાં મેં જ્યારે કહ્યું કે બહુજન સમાજમાંથી કોઇને મુખ્યમંત્રીપદ મળવું જોઇએ. ત્યાર બાદ મારી સાથે શું થયું, તે બધા જાણે છે. મારી સામે જૂઠા કેસો કરવામાં આવ્યા. પોલીસ FIR કરવા તૈયાર નહતી. ત્યારે અંજલિ દામણિયાઓ તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ફોન કર્યું, પછી તેમના તેમના કહેવાથી મારી સામે એફઆઇઆર થઇ હતી.”

ખડસેએ વધુમાં જણાવ્યું કે,

“કોઇ પણ વિપક્ષે મારી સામે તપાસ કરવા કે મારા રાજીનામાની માગ પણ કરી નહતી. છતાં મારુ રાજીનામું લઇ લેવાયું હતું. આજે પણ ભાજપ કે કેન્દ્રીય નેતૃત્વ સામે મને કોઇ વાંધો નથી. પરંતુ દેવેન્દ્ર ફડણવીસે જેવી રીતે મારા પર બળાત્કાર જેવા કેસ નોંધાવ્યા, ACBની તપાસ કરાવી, મને બદનામ કરવામાં આવ્યો,નીચલાસ્તરનું રાજકારણ રમવામાં આવ્યું.

“ફડણવીસે આ કબૂલ્યું હતું કે મારા કથિત PA પર 9 મહિનાથી નજર રાખવામાં આવી રહી છે. જે એક રીતે મારી રેકી થઇ રહી હતી.”

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ભાજપને મોટો ફટકો, NCPમાં સામેલ થશે પૂર્વ મંત્રી એકનાથ ખડસે

Eknath Khadseએ કહ્યું કે

“હું તમામ આરોપોમાંથી મુક્ત થઇ ગયો છું. મેં મારો નિર્ણય લઇ લીધો છે. NCP, કોંગ્રેસ કે શિવસેનાએ કોઇએ પણ મારા રાજીનામાની માગ કરી નહતી. હું માત્ર દેવેન્દ્ર ફડણવીસથી નારાજ છું. 23 ઓક્ટોબરે હું NCPમાં સામેલ થઇ રહ્યો છું.

“દેવેન્દ્ર ફડણવીસના મુખ્યમંત્રી બનતા પહેલાં મારા પર એક પણ આરોપ નહતો લાગ્યો. ફડણવીસે મારું જીવન બર્બાદ કરવાનું કામ કર્યું છે. હું 4 વર્ષ માનસિક તણાવમાં રહ્યો, મેં વારંવાર મારા ભાષણોમાં કહ્યું કે તમે લોકો મને પક્ષમાંથી બહાર કાઢી રહ્યા છો.”

Eknath Khadseએ કહ્યું કે “કોઇ પણ ધારાસભ્ય કે સાંસદ મારી સાથે જઇ રહ્યો નથી. મેં જાતે નિર્ણય લીધો છે. મને ભાજપ છોડવાનું દુઃખ છે, પરંતુ મારી પાસે કોઇ વિકલ્પ નહતો. બળાત્કાર જેવા ખોટા કેસ કેસ નોંધાવી મને બદનામ કરવામાં આવ્યો”

Eknath Khadse 40 વર્ષો સુધી ભાજપની સાથે રહ્યા

4 દાયકાથી ભાજપમાં રહેલા એકનાથ ખડસેના રાજીનામા બાદ મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટિલે કહ્યું કે એકનાથ ખડસે (Eknath Khadse)એ રાજીનામું આપી દીધું છે. તેઓ પક્ષમાં રહે અને અમારું નેતૃત્વ કરે તેવી અમારી ઇચ્છા હતી પરંતુ તેમણે રાજીનામુ આપી દીધું. હવે તેઓ જે પણ પક્ષમાં જઇ રહ્યા છે, તેના માટે અમારી શુભેચ્છા છે.

2016માં જમીન સોદા મામલે મહેસુલ મંત્રીપદે ગુમાવવું પડ્યું

પૂર્વ મહેસુલ મંત્રીને ભાજપ (Maharashtra BJP) દ્વારા 2016માં પૂણે નજીક એક જમીન ડીલમાં ભ્રષ્ટાચારના આરોપ બાદ પદ પરથી હટાવી લેવામાં આવ્યા હતા. બસ ત્યારથી જ તેઓ (Eknath Khadse) પાર્ટીથી નારાજ છે. ગત વર્ષે થયેલા રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમને ટિકિટ આપવામાં આવી નહતી.

આ પણ વાંચોઃ કર્ણાટક ભાજપમાં ભડકો! CM યેદિયુરપ્પાથી હાઈકમાન્ડ નારાજ

પ્રદેશ ભાજપના પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે કહ્યું છે કે, રાજ્યના ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટિલને તેમનું (Eknath Khadse) રાજીનામું મળી ચૂક્યું છે. અમે વાતચીત મારફતે તેમની સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ નિષ્ફળ નીવડ્યાં છીએ. અમે તેમને શુભકામના પાઠવીએ છીએ. ભાજપ છોડનારા એક નાનો કાર્યકર્તા પણ પાર્ટી માટે એક મોટું નુક્સાન જ છે.