Gujarat Exclusive > દેશ-વિદેશ > મહારાષ્ટ્રના Dy. CM Ajit Pawar પણ કોરોનીન ચપેટમાં, હોસ્પિટલમાં દાખલ

મહારાષ્ટ્રના Dy. CM Ajit Pawar પણ કોરોનીન ચપેટમાં, હોસ્પિટલમાં દાખલ

0
61
  • પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસ બાદ બીજા મોટા નેતા કોરોના પોઝિટિવ
  • દેશમાં કોરોનાના કેસોમાં સતત થઇ રહેલો નોંધપાત્ર ઘટાડો

મુંબઇઃ દેશમાં ધીમે-ધીમે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્યારે સોમવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP નેતા અજીત પવાર (Ajit Pawar)કોરોનાની ચપેટમાં આવી ગયા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ડેપ્યુટી સીએમ અજીત પવારે (Ajit Pawar) ટ્વીટ કરીને માહિતી આપી કે, કોરોના પોઝિટિટ થયા બાદ તેમને મુંબઇની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ પોઝિટિવ થયાના ત્રીજા દિવસે અજીત પવાર પણ બીમારીમાં સપડાયાના સમાચાર આવ્યા છે. ફડણવીસે શનિવારે કહ્યું હતું કે તેઓ કોરોના પોઝિટિવ થયા છે અને સરકારી હોસ્પિટલમાં દાખલ થયા છે.

આ પણ વાંચોઃ દેશના દરેક નાગરિકોને મફતમાં મળશે કોરોના વૅક્સીન, કેન્દ્રીય મંત્રીએ કરી સ્પષ્ટતા

અજીત પવારે (Ajit Pawar) મરાઠીમાં ટ્વીટ કરીને લખ્યું કે,

” મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત સારી છે. સાવચેતીરુપ ડોક્ટરની સલાહથી મને બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.”

Ajit Pawarએ વધુમાં લખ્યું કે

“રાજ્યના નાગરિકો, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સહિત રાજ્યના તમામ રાજકીય પક્ષોના નેતોઓને જણાવવા માંગુ છું કે ચિંતાની કોઇ વાત નથી. થોડા સમયના આરામ પછી હું ટુંકમાં તમારી સાથે કામ કરીશ.”

નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં કોરોનાનો પ્રભાવ ઘટી રહ્યો છે. શનિવારે-રવિવારે પણ કોરોના કેસોમાં ઘટાડો નોંધાયો. શનિવારે 53વધુ કેસ બાદ રવિવારે આ આંકડો 50 હજારથી ઘણો ઓછો રહ્યો હતો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 45,148 કેસ નોંધાયા. જ્યારે મોતનો આંકડો પણ 500થી નીચે 480 નોંધાયો હતો. 10 જુલાઇ બાદ મોતનો આ સૌથી ઓછો આંકડો છે.

મોટી રાહતની વાત એ છે કે, કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા (Corona Recovery Rate) 71 લાખની પાર પહોંચી ચૂકી છે. હાલ દેશમાં કોરોનાનો રિકવરી રેટ પણ 90.23 ટકા પર પહોંચી ચૂક્યો છે.

છેલ્લા 24 કલાકમાં 59,105 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. એટલે કે, આટલા લોકો સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચોઃ ઘણાં દિવસો બાદ કોરોનાથી મોતનો આંકડો 500ની નીચે, 45,148 નવા કેસ

જો કોરોનાના એક્ટિવ કેસોની (Corona Active Cases) વાત કરીએ તો, તેની સંખ્યા 13 ઓગસ્ટ બાદ સૌથી ઓછી છે. દેશમાં હાલ 6,53,717 એક્ટિવ કેસ છે. એટલે કે (India Corona Update) કુલ કેસના 8.26 ટકા કેસ એક્ટિવ છે.

71,37,228 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ ચૂક્યાં છે. જ્યારે દેશમાં અત્યાર સુધી 1,19,014 દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં ડેથરેટ 1.5 ટકા થઈ ગયો છે.