Gujarat Exclusive > રાજનીતિ > CM ઉદ્ધવ ઠાકરે બાદ અજિત પવારે CAA, NRC અને NPRનું કર્યું સમર્થન, કહી મોટી વાત

CM ઉદ્ધવ ઠાકરે બાદ અજિત પવારે CAA, NRC અને NPRનું કર્યું સમર્થન, કહી મોટી વાત

0
815

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અજિત પવારે જણાવ્યું કે, સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ (CAA) , પ્રસ્તાવિત નેશનલ રજીસ્ટર સિટીઝન્સ (NRC) અને નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR)માં કોઈની પણ નાગરિક્તા પર તરાપ મારવામાં નહીં આવે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, મહારાષ્ટ્ર વિધાનસભામાં CAA-NPR વિરૂદ્ધ પ્રસ્તાવ લાવવાની કોઈ જ આવશ્યક્તા જ નથી. કેટલાક લોકો CAA-NRC અને NPR મામલે ખોટી અફવા ફેલાવી રહ્યાં છે.

જો કે અગાઉ NCP સુપ્રીમો શરદ પવારે ગત ડિસેમ્બરમાં કહ્યું હતું કે, અન્ય 8 રાજ્યોની જેમ મહારાષ્ટ્રે પણ નાગરિક્તા કાયદા (CAA)ને લાગૂ કરવાનો ઈન્કાર કરી દેવો જોઈએ. આ કાયદથી ભારતની ધાર્મિક અને સામાજિક ભાઈચારાને નુક્સાન પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

આ સિવાય NCP નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે પણ ગત મહિને જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં NRC લાગુ નહીં થાય. શિવસેના અને NCP સાથે મહારાષ્ટ્ર સરકારમાં સામેલ કોંગ્રેસ રાજ્યની વિધાનસભામાં NPR અને CAA વિરૂદ્ધ પ્રસ્તાવ લાવવાની માંગ કરી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે, ગત મહિને દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, CAAને લઈને ભયભીત થવાની કોઈ જરૂર નથી. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, NPR કોઈને દેશની બહાર ખદેડવા માટે નથી કરવામાં આવી રહ્યું. જ્યારે પ્રસ્તાવિત NRC અંગે જણાવ્યું કે, તેમની સરકાર મહારાષ્ટ્રમાં NRCને મંજૂરી નહીં આપે, કારણ કે તેની અસર તમામ ધર્મના લોકો પર પડશે.

શું ઉપલી બેંચમાં જશે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવવાનો કેસ? SCમાં આજે સુનાવણી