Gujarat Exclusive > દેશ-વિદેશ > મહારાષ્ટ્રમાં ફરીથી વધ્યા કોરોનાના કેસો, CMએ કહ્યું- લોકો માસ્ક નહીં પહેરે તો લોકડાઉન લગાવવું પડશે

મહારાષ્ટ્રમાં ફરીથી વધ્યા કોરોનાના કેસો, CMએ કહ્યું- લોકો માસ્ક નહીં પહેરે તો લોકડાઉન લગાવવું પડશે

0
56

મહારાષ્ટ્રમાં સોમવારથી સરકારી મીટિંગ્સ, ધાર્મિક સભાઓ, રાજકીય રેલીઓ પર પ્રતિબંધ Maharashtra Corona

મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે. રવિવારના રોજ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના નાગરિકોને સંબોધિત કર્યા. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે આ વર્ષે માર્ચમાં COVID-19ને એક વર્ષ પૂર્ણ થઇ જશે. આ સમય દરમિયાન તમે મને પરિવારના સભ્ય માનતા હતા. હું તેનાથી ખૂબ જ ખુશ છું. ત્યારે કોઈ દવા નહતી, પરંતુ હવે રસી છે, જેના 9 લાખ લાભાર્થી છે. Maharashtra Corona

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે પ્રશ્ન એ છે કે સામાન્ય વ્યક્તિને ક્યારે રસી મળશે? બાલાસાહેબ કહેતા હતા કે ‘ઉપરવાળાની મરજી’. અહીં ઉપરવાળા એટલે કેન્દ્ર સરકાર. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ કેન્દ્ર સરકારના હાથોમાં છે, તેઓ નક્કી કરી રહ્યા છે કે કેટલી રસી આપવાની છે. Maharashtra Corona

તેમણે જણાવ્યું કે અમે રસીકરણ અભિયાન ચલાવી રહ્યા છે. હું મારા કાર્યકર્તાઓને અનુરોધ કરું છું કે તેઓ આગળ આવે અને રસીકરણ કરાવે, આ સુરક્ષિત છે. પરંતુ અમે કેટલું રસીકરણ કરીએ છીએ તેના પર પણ નિર્ભર રહેશે કે આપણને કેન્દ્રમાંથી કેટલી રસી આવે છે. Maharashtra Corona

મુખ્યમંત્રીએ જણાવ્યું કે અમરાવતીમાં આજે અંદાજે એક હજાર કેસ નોંધાયા. આ ચિંતાનો વિષય છે. કોરોના પર નિયંત્રણને લઇને અમારી સંપૂર્ણ તૈયારી છે, પરંતુ લોકોને પણ સતર્ક રહેવાની જરૂર છે. લોકો માસ્ક નહીં પહેરે તો લોકડાઉન અમલમાં મુકવું પડશે. હાલ કોરોનાના વધી રહેલા કેસોને જોતા સોમવારથી સરકારી મીટિંગ્સ, ધાર્મિક સભાઓ, રાજકીય રેલીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો પર સોનિયા ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર

મંત્રીએ રિસેપ્શન પાર્ટી રદ કરી

મુખ્યમંત્રીએ જણાવ્યું કે મને જાણ છે કે લોકો આ પ્રતિબંધને પસંદ નથી કરતા, પરંતુ હવે આપણને કેટલાક કડક પગલા લેવાની જરૂર છે. મંત્રી નિતિન રાઉતે કોરોનાની સ્થિતિને જોતા તેમના પુત્રની રિસેપ્શન પાર્ટીને રદ કરી છે, આજે તેમના પુત્રની રિસેપ્શન પાર્ટી હતી. હું તેમનો આભાર માનું છું. Maharashtra Corona

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat