Gujarat Exclusive > રાજનીતિ > ઉદ્ધવ ઠાકરેએ જાહેર કરી પોતાની સંપત્તિ, કુલ ₹ 143 કરોડના માલિક છતાં કોઈ કાર નહીં

ઉદ્ધવ ઠાકરેએ જાહેર કરી પોતાની સંપત્તિ, કુલ ₹ 143 કરોડના માલિક છતાં કોઈ કાર નહીં

0
945

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે કુલ 143 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ઉદ્ધવ અને તેમની પત્ની પર 16 કરોડ રૂપિયાનુ દેવું પણ છે. આ ખુલાસો સોમવારે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલા સોગંધનામામાં ઉદ્ધવ ઠાકરેએ ખુદ કર્યો છે. આ પ્રથમ વખત છે, જ્યારે ઉદ્ધવ ઠાકરેએ પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો હોય.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વિધાન પરિષદ ચૂંટણીમાં નોમિનેશન દાખલ કરવા સમયે ઉદ્ધવ ઠાકરેએ પોતાની સંપત્તિની વિગતો આપી છે. ઉદ્ધવ પાસે કુલ 24,14,99,593 રૂપિયાની ચલ અને 52,44,57,000 રૂપિયાની અચલ સંપત્તિ છે. ઉદ્ધવની પત્ની રશ્મિ ઠાકરે પાસે 66 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ છે. મુખ્યમંત્રી પર 4.6 કરોડ રૂપિયા, જ્યારે તેમની પત્ની પર 11.44 કરોડ રૂપિયાનું દેવું છે.

પ્રથમ વખત ચૂંટણીના મેદાનમાં ઉતરી રહેલા ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ પોલીસમાં કુલ 23 ફરિયાદો નોંધાઈ છે. ઠાકરેએ પોતાના સોગંધનામામાં પોતાની પાસે કોઈ કાર ના હોવાનો ઉલ્લેખ કર્યો છે.

વિધાનસભા ચૂંટણી સમયે મુખ્યમંત્રીના પુત્ર આદિત્ય ઠાકરેએ પણ પોતાની પાસેની કુલ 17.79 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. શિવસેનાના બીજા ઉમેદવાર તરીકે નીલમ ગોરેએ પણ નોમિનેશન નોંધાવ્યું છે. તેમણે પોતાની કુલ 62.82 કરોડ રૂપિયાની સંપત્તિ દર્શાવી છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

લૉકડાઉન વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં જમીન સર્વેની કામગીરી હાથ ધરાઈ, સ્થાનિકોનો વિરોધ