Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ઉદ્ધવ ઠાકરેએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કહ્યો ‘સફેદ હાથી‘, રુપાણી સરકારની ચિંતા વધી

ઉદ્ધવ ઠાકરેએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કહ્યો ‘સફેદ હાથી‘, રુપાણી સરકારની ચિંતા વધી

0
383

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજનાની સરખામણી “સફેદ હાથી” સાથે કરતા મંગળવારે જણાવ્યું કે, આ યોજના પર નિર્ણય ત્યારે જ લેવાશે. જ્યારે તેમને વિશ્વાસ થશે કે, તેનાથી રાજ્યના ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન મળશે. શિવસેનાના મુખપત્ર “સામના“માં છપાયેલી ઈન્ટર્વ્યૂના બીજા ભાગમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યને કેન્દ્ર તરફથી તેમનો યોગ્ય ભાગ નથી મળી રહ્યો. જેનાથી ખેડૂતોની મદદ કરી શકાય.

શિવસેના સુપ્રીમોએ જણાવ્યું કે, “સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી દેવા માફી યોજના આગામી મહિનાથી લાગૂ થશે. આ સાથે જ આશ્વાસન આપવામાં આવ્યું કે, એક પણ ઉદ્યોગ રાજ્યની બહાર નહી જવા દેવાય. કેન્દ્રની મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પરિયોજનાનો ઉલ્લેખ કરતા ઠાકરેએ જણાવ્યું કે, તેની ઉપયોગિતા પર વ્યાપક ચર્ચા થવી જોઈએ. ”

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ”બુલેટ ટ્રેનથી કોને ફાયદો થશે? મહારાષ્ટ્રમાં વેપાર અને ઉદ્યોગને આનાથી શું ફાયદો મળશે? જો તે લાભદાયક છે, તો મને તેનો વિશ્વાસ અપાવે અને પછી લોકો સમક્ષ જાય અને નિર્ણય લે કે, શું કરવાનું છે. બુલેટ ટ્રેન ભલે વડાપ્રધાન મોદીને મહત્વાકાંક્ષી યોજના હોય, પરંતુ તમારે હકીકતનો સામનો કરવો પડે છે. ”

“સામના”ના કાર્યકારી સંપાદક સંજય રાઉતને આપેલા ઈન્ટરવ્યૂમાં ઠાકરેએ જણાવ્યું કે, “રાજ્યની આર્થિક સ્થિતિને જોતા પ્રગતિકારક પરિયોજનાઓને પ્રાથમિક્તા નક્કી કરવામાં આવવી જોઈએ. આપણે જોવું જોઈએ કે, જરૂરી શું છે? માત્ર આ આધાર પર કંઈ પણ કહીના શકાય કે, અમને શૂન્ય વ્યાજના દરે લોન મળી રહી છે. કોઈ કારણ વિના ખેડૂતોની જમીન લેવી યોગ્ય નથી.”

બીજી તરફ PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનમાં ગુજરાત સરકારનું ભવિષ્ય પણ દાવ પર લાગ્યું છે. હવે ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી ગુજરાત સરકારની ચિંતા પણ વધે તે સ્વાભાવિક છે. ઉદ્ધવના નિવેદન બાદ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કે, બુલેટ ટ્રેન પરિયોજનાથી ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને રાજ્યોને ફાયદો થશે. આ પ્રોજેક્ટમાં જાપાનની સરકાર સહિત આંતરરાષ્ટ્રીય એજન્સીઓ જોડાયેલી છે. આ પ્રોજેક્ટ માત્રે બે રાજ્યો પૂરતો જ નથી, પરંતુ તેમાં સમગ્ર દેશનું હિત જળવાયું છે.

ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે બુલેટ ટ્રેન પરિયોજનાને પૂર્ણ કરવા માટે ભારતના 75માં સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ, 2020ની સમય મર્યાદા નક્કી કરી છે.

ગુજરાત રાજ્યસભા ચૂંટણીમાં BJP ઉમેદવારોની જીતને પડકારતી અરજી હાઈકોર્ટે ફગાવી