Gujarat Exclusive > દેશ-વિદેશ > મહારાષ્ટ્રમાં ફરીથી લાગૂ થઈ શકે છે સંપૂર્ણ લૉકડાઉન, CM ઉદ્ધવ ઠાકરેએ આપ્યા સંકેત

મહારાષ્ટ્રમાં ફરીથી લાગૂ થઈ શકે છે સંપૂર્ણ લૉકડાઉન, CM ઉદ્ધવ ઠાકરેએ આપ્યા સંકેત

0
1514

મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 95 હજારની નજીક પહોંચી છે, જ્યારે 3500 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 3254 નવા કેસ સામે આવ્યા છે અને 149 લોકોના મરણ નોંધાયા છે. રાજ્યમાં વધતા જતા કોરોના કેસને પગલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરીથી લૉકડાઉન લાગૂ કરવાની વાત જણાવી છે.

ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, “જો લોકો પ્રતિબંધોનું સમ્માન કરવામાં નિષ્ફળ રહેશે, તો રાજ્યમાં એક વખત ફરીથી લૉકડાઉન લાગૂ કરવું પડી શકે છે. લોકલ ટ્રેનો શરૂ કરવાની માંગ અમે કેન્દ્ર સરકાર સમક્ષ કરી ચૂક્યાં છે. શટડાઉનના કારણે અનેક લોકો પોતાની નોકરી ફરીથી શરૂ નથી કરી શકતા.”

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, “સરકાર “મિશન સ્ટાર્ટ અગેઈન” માટે પગલા ભરી રહી છે. અમે લૉકડાઉનને તબક્કાવાર લાગૂ કર્યું અને એવી જ રીતે હટાવવું પણ પડશે. કોરોનાનું સંકટ હજુ પણ યથાવત છે. જો લૉકડાઉનમાં છૂટ આપવાથી કોરોનાનો ખતરો વધશે, તો અમારે ફરીથી લૉકડાઉન લાગૂ કરવા મજબૂર થવું પડશે. મહારાષ્ટ્રના લોકો સરકારને સહયોગ આપી સરકારી આદેશોનું પાલન કરી રહ્યાં છે. તેમને વિશ્વાસ છે કે, સરકાર તેમના હિતમાં કામ કરી રહી છે.”

જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને હવે 94,041 પર પહોંચી ચૂકી છે, જ્યારે 3438 લોકોના મોત થયા છે. જો મુંબઈની વાત કરીએ તો, શહેરમાં કોરોનાના 52,667 કેસ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે 1857 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

નેપાળના નવા નક્શાનો વિરોધ કરનારા મહિલા સાંસદના ઘર પર હુમલો