Gujarat Exclusive > રાજનીતિ > કોરોનાથી ડર્યા ઉદ્ધવ! સરયૂમાં ડુબકી મારવાનો ઈન્કાર, રામ મંદિર માટે કરી મોટી જાહેરાત

કોરોનાથી ડર્યા ઉદ્ધવ! સરયૂમાં ડુબકી મારવાનો ઈન્કાર, રામ મંદિર માટે કરી મોટી જાહેરાત

0
433

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે શનિવારે પોતાની પત્ની રશ્મિ ઠાકરે અને પુત્ર આદિત્ય ઠાકરે સાથે અયોધ્યા પહોંચ્યા હતા, જ્યાં કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શિવસેના પ્રમુખે રામ મંદિરના નિર્માણ માટે 1 કરોડ રુપિયા આપવાની જાહેરાત કરતા જણાવ્યું કે, આપણે સૌ સાથે મળીને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરાવીશું.

ઉદ્ધવે જણાવ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે અયોધ્યામાં એવું ભવ્ય રામ મંદિર બને. જેને દુનિયા પણ જુએ. હું પહેલા પણ અયોધ્યા આવી ચૂક્યો છું અને અવારનવાર આવીશ. હું ભાજપથી અલગ થયો છું, હિન્દુત્વથી નહીં. હિન્દુત્વ અલગ છે અને ભાજપ અલગ. શિવસેના પ્રમુખે જણાવ્યું કે, સરયૂ નદીમાં ડૂબકી મારવાની મારી ઈચ્છા હતી, પરંતુ કોરોના વાયરસના કારણે હું સ્નાન નહીં કરું.

મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (MVA) સરકારના 100 દિવસ પુરા થવા પર ઉદ્ધવ અહીં ભગવાન રામલલાની પૂજા કરશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા બાદ ઉદ્ધવની આ પ્રથમ અયોધ્યા યાત્રા હશે. જણાવી દઈએ કે, 28 નવેમ્બર 2019ના રોજ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા.

ઉદ્ધવ ઠાકરેના અયોધ્યા પ્રવાસને લઈને શિવસેના નેતા સંજય રાઉતે 6 માર્ચે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના ચીફ ઉદ્ધવ આવતી કાલે અયોધ્યા જશે. જો કે તેઓ સરયૂ નદીના તટ પર આરતીમાં ભાગ નહીં લે.

રાઉતે જણાવ્યું કે, કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે આરતીનો કાર્યક્રમ નહીં યોજાય. સ્થાનિક વહીવટી તંત્રએ તકેદારીના ભાગરૂપે સરયુ નદીના કાંઠે થતા આરતીના પોગ્રામ પર રોક લગાવી દીધી છે. જણાવી દઈએ કે, અગાઉ ઉદ્ધવ ઠાકરેનો સરયુના તટ પર આરતીમાં ભાગ લેવાનો કાર્યક્રમ હતો.

ઉદ્ધવ ઠાકરેના આવ્યા પહેલા મોટી સંખ્યામાં શિવ સૈનિકો અહીં પહોંચવા લાગ્યા છે. શિવસૈનિકોને લઈને એક ખાસ ટ્રેન મુંબઈથી અયોધ્યા પહોંચી રહી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાંથી પણ શિવસૈનિકો અયોધ્યા પહોંચવાના છે.

આ અંગે રાજનીતિક વિશ્લેષકોનું માનવું છે કે, મુખ્યમંત્રી બન્યા બાદ ઉદ્ધવ ઠાકરેના અયોધ્યા પ્રવાસથી એ સંદેશો જશે કે, NCP અને કોંગ્રેસ સાથે ગઠબંધનમાં સરકાર ચલાવવા છતાં શિવસેનાએ પોતાના હિન્દુત્વના એજન્ડાને છોડ્યો નથી.

રાજકોટના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પર સંકટ! YES બેંકમાં ફસાયા કરોડો રુપિયા