Gujarat Exclusive > રાજનીતિ > મહારાષ્ટ્રના ભાજપ નેતા એકનાથ ખડસેએ કહ્યું- મને ટિકિટ ન મળવા પાછળ દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના ભાજપ નેતા એકનાથ ખડસેએ કહ્યું- મને ટિકિટ ન મળવા પાછળ દેવેન્દ્ર ફડણવીસ

0
229

મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેએ આરોપ લગાવ્યો કે, તેમને પાર્ટીની ટિકિટ ન મળવા પાછળનું કારણ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો હાથ છે. એકનાથ ખડસેએ એક મરાઠી ચેનલ સાથે વાતચીત દરમિયાન દેવેન્દ્ર ફડણવીસ તરફ ઈશાર કરતા જણાવ્યુ કે, કેટલાક લોકો તેમનો રાજકીય કરિયરને ખતમ કરવા ઈચ્છે છે.

એકનાથ ખડસેએ કહ્યું કે, ભાજપની પ્રદેશ કોર સમિતિના સભ્યોએ મને જણાવ્યું કે, દેવેન્દ્ર ફડણવીસ અને ગિરીશ મહાજને જલગાંવ જિલ્લામાં મુક્તેનગર વિધાનસભા સીટથી મને ટિકિટ આપવાનો વિરોધ કર્યો હતો. તેમણે મને ટિકિટ આપવાની ભાજપની કેન્દ્રીય સમિતિની ઈચ્છાને પણ નજરઅંદાજ કરી હતી. એકનાથ ખડસેએ કહ્યું કે,અત્યાર સુધીની તમામ ધટનાક્રમને જોતા એવુ લાગે છે કે, કેટલાક લોકો મારા વિરુદ્ધ છે અને મારે રાજકીય કરિયર ખતમ કરવા ઈચ્છે છે. તેમણે કહ્યુ કે, મહારાષ્ટ્રથી ભાજપના વરિષ્ઠ નેતાઓ જેમકે, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને પણ ચૂંટણી પ્રચાર માટે બહુ ઓછી વખત બોલાવવામાં આવ્યા છે.

જમીન સોદામાં ગેરરીતિના આરોપોના પગલે એકનાથ ખડસેએ વર્ષ 2016મા તત્કાલીન ભાજપના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. તે સમયે તે રાજ્યમાં મહેસૂલ મંત્રી હતા અને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ વાળા મંત્રીમંડળમાં સૌથી વરિષ્ઠ પ્રધાન હતાં. ત્યાર બાદ ક્યારેય તેમની મંત્રીમંડળમાં વાપસી થઈ નથી શકી. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમને ટિકિટ પણ આપી નહોતી. ભાજપે ખડસેની જગ્યાએ તેમની પુત્રી રોહિણી ખડસેને મુક્તેનગરથી ટિકિટ આપી હતી, જોકે તે શિવસેનાના બળવાખોર નેતા ચંદ્રકાંત પાટિલ સામે હારી ગઈ હતી. એકનાથ ખડસે પહેલા પાર્ટીના નેતા પંકજા મુંડેએ પણ બળવાખોર વલણ બતાવ્યું હતું.

26 જાન્યુઆરીની પરેડમાં પશ્ચિમ બંગાળ બાદ હવે મહારાષ્ટ્રની ઝાંકી નહી દેખાય, શિવસેએ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર