Gujarat Exclusive > દેશ-વિદેશ > અંડરવર્લ્ડ ડૉન છોટા રાજનના ભાઇને ભાજપની સહયોગી પાર્ટીએ આપી ટિકિટ

અંડરવર્લ્ડ ડૉન છોટા રાજનના ભાઇને ભાજપની સહયોગી પાર્ટીએ આપી ટિકિટ

0
1170

કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આરપીઆઇ)એ ડૉન છોટા રાજનના ભાઇને પોતાનો ઉમેદવાર બનાવ્યા છે. દીપક નિખલજેને સતારાની ફલટન સીટ પરથી ટિકિટ આપી છે. રામદાસ અઠાવલેની પાર્ટી આરપીઆઇ, એનડીએનો સહયોગી દળ છે. મહારાષ્ટ્રમાં આ પણ ગઠબંધનનો ભાગ છે.

મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધનથી આરપીઆઇને 6 બેઠક મળી છે. આરપીઆઇએ સતારાની ફલટન, સોલાપુરની માલશિર, નાંદેડની ભંડારા અને નાયગાંવ, પરભણીની પથરી અને શિવાજીનગરની માનખુર્દ બેઠક પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.

ત્રણ વખત ચેમ્બુર બેઠક પરથી ચૂંટણી લડી ચુક્યા છે દીપક

આ પહેલા દીપક નિખલજે ત્રણ વખત ચેમ્બુર બેઠક પરથી ચૂંટણી લડતા આવી રહ્યાં છે. ત્રણ વખત તે ચૂંટણી હારી ગયા હતા. આ વખતે આ બેઠક શિવસેના પાસે ગઇ છે. તે બાદ દીપકને ફલટનથી મેદાનમાં ઉતારવામાં આવ્યો છે. ડૉન છોટા રાજન ફલટનનો જ રહેવાસી છે.

એનસીપીએ ભાજપ પર સાધ્યુ નિશાન

દીપકને ટિકિટ આપવામાં આવતા એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે પહેલા તેમણે આતંકના આરોપીઓને મેદાનમાં ઉતાર્યા અને હવે તે અંડરવર્લ્ડ ડૉનના સબંધીઓને મેદાનમાં ઉતારી રહ્યાં છે. ભાજપનો અસલી ચહેરો સામે આવી રહ્યો છે.

આદિત્ય ઠાકરેએ ભર્યુ ઉમેદવારી પત્ર, રોડ શો કરી બતાવી તાકાત