Gujarat Exclusive > દેશ-વિદેશ > મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો, CM ઉદ્ધવ ઠાકરેએ તમામ જિલ્લાને કર્યા એલર્ટ

મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો, CM ઉદ્ધવ ઠાકરેએ તમામ જિલ્લાને કર્યા એલર્ટ

0
53

મુંબઈ: દેશમાં કોરોનાના સંક્રમિતોની વધતી જતી સંખ્યાએ સરકારની ચિંતા વધારી દીધી છે. પ્રતિદિન સેંકડોની સંખ્યામાં લોકોના મરણ થઈ રહ્યાં છે. જ્યારે હવે કોરોનાની બીજી લહેરથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર તરફથી સંક્રમણને ફેલાતુ રોકવા માટે શક્ય તમામ પગલા ભરવામાં આવી રહ્યાં છે. Corona Third Wave

આ સંદર્ભે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે રાજ્યના તમામ જિલ્લા વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને તેમને કોરોનાની ત્રીજી લહેરને લઈને જરૂરી તૈયારીઓ કરવાના સખ્ત આદેશ આપ્યાં છે. CM ઉદ્ધવ ઠાકરે અધિકારીઓને પોત-પોતાના જિલ્લાઓમાં તાત્કાલિક ઑક્સિજનના પ્લાન્ટ સ્થાપવાનું કહ્યું છે. આ સાથે જ જરૂરી દવાઓનો સ્ટોક કરવા તાકીદ કરી છે. કોરોનાની ત્રીજી લહેર માટે તૈયાર અને સાવધ રહેવું પડશે.

આ પણ વાંચો:  ‘પાતળી થા..મારો દિકરો ખુશ નથી થતો’ કહેનાર સાસુ વિરુદ્ધ યુવતીની પોલીસ ફરિયાદ Corona Third Wave

જણાવી દઈએ કે, સમગ્ર દેશમાં કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર જ થયું છે. મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોના વાઈરસ 67,760 નાગરિકોને ભરખી ચૂક્યો છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 42,95,027 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે. Corona Third Wave

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat