Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > મહારાષ્ટ્રમાં સરકારી કર્મચારીઓને અઠવાડિયામાં બે રજા, પણ શરતો લાગૂ

મહારાષ્ટ્રમાં સરકારી કર્મચારીઓને અઠવાડિયામાં બે રજા, પણ શરતો લાગૂ

0
940

મહારાષ્ટ્રમાં મહાગઠબંધનની સરકારે સરકારી કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે. હવેથી સરકારી કર્મચારી અઠવાડિયામાં માત્ર 5 દિવસ જ કામ કરશે. જોકે તેની સાથે કેટલીક શરત પણ રાખી છે.

અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવા માટે હવે સરકારી કર્મચારીને દરરોજ 45 મિનિટ વધારે કામ કરવુ પડશે. હાલ ઓફિસનો સમય સવારે 9:45થી સાંજે 5:30 વાગ્યા સુધી છે, જે બદલીને 9:45થી સાંજે 6:15 વાગ્યા સુધી થઈ જશે. આ ઉપરાંત પહેલા લંચ ટાઈમ માટે કર્મચારીઓને એક કલાકનો સમય મળતો હતો, હવે માત્ર અડધા કલાક મળશે. આ નિયમ સરકારી હોસ્પિટલ, પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ, સફાઈ કર્મચારી અને સ્કૂલ કર્મચારીઓ પર લાગૂ નહી થાય.

અઠવાડિયામાં પાંચ દિવસ કામથી સરકારી ઓફિસમાં વિજળી-પાણી અને ડીઝલ-પેટ્રોલની બચત થશે. સાથે જ, સરકારી કર્મચારી પોતાના પરિવાર સાથે પણ વધારે સમય વિતાવી શકશે. આ નિર્ણય 29 ફેબ્રુઆરીથી લાગૂ થવા જઈ રહ્યુ છે.

મહારાષ્ટ્રમાં શિવસેનાએ NCP અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી છે. સરકાર બનાવ્યા બાદ ઠાકરે અનેક મહત્વપુર્ણ નિર્ણય લઈ રહ્યા છે. તેના હેઠળ જ હવે સરકારી કર્મચારી માટે 5 દિવસનો અઠવાડિયા કરવાનો નિર્ણય લીધો છે.

મુંબઈમાં રાત્રે પણ ખુલ્લા રહેશે મોલ

અગાઉ ઠાકરે સરકારે મુંબઈમાં નાઈટ લાઈફને લઈને એક મોટુ નિર્ણય લીધો હતો. 26 જાન્યુઆરીથી મુંબઈમાં મોલ અને રેસ્ટોરન્ટ, ખાવા-પીવાની જગ્યાઓ રાત્રે પણ ખુલ્લી રહેશે. તેના પાછળનું કારણ આપતા સરકારે જણાવ્યુ કે, નાઈટ લાઈફ વધવાથી રોજગારના અવસર વધશે. જોકે, આ યોજના પર અનેક સવાલો પણ ઉઠ્યા છે. BJPએ જણાવ્યુ કે, તેના કોઈ ખાસ લાભ નહીં થાય.

દિલ્હીના વર્તમાન મંત્રીઓ જ લેશે ફરીથી શપથ, વિભાગોનું નિર્ણય બાદમાં- સૂત્ર