ધનંજય મહાદિકના દિકરાના લગ્નમાં ફડણવિસ સહિતના નેતાએ માસ્ક પહેર્યા નહીં
પુણેઃ મહારાષ્ટ્રમાં ભાજપના પૂર્વ સાંસદ ધનંજય મહાદિક સામે કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલે કેસ (Mahadik FIR)નોંધવામાં આવ્યો છે. ધનંજયના દિકરાના વીવીઆઇપી લગ્નમાં માસ્ક નહીં પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોના લીરેલીરા ઉડ્યા હતા. અનેક હસ્તિઓએ માસ્ક પહેર્યા નહતા. તેમાં જ હાજરી બાદ એનસીપી નેતા અને ખાદ્યમંત્રી છગન ભુજબળ પણ સંક્રમિત થઇ ગયા.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં કોરોનાનો યુટર્નઃ ખાદ્યમંત્રી છગન ભુજબળ કોરોનાની ઝપટે આવ્યા
લક્ષ્મી ફોરેન્સિકના માલિક, મેનેજર સામે પણ ગુનો
રવિવારે પુણેના હદપસર વિસ્તારમાં યોજાયેલા ધંનજયના પુત્રના લગ્નના નિયમોના ઉલ્લંઘન બદલ અન્ય બે લોકોની વિરુદ્ધ પણ કેસ કરવામાં આવ્યો છે. આ બંને લક્ષ્મી લોન્સના માલિક અને મેનજર છે.
વરિષ્ઠ પોલીસ નિરિક્ષક બાલકૃષ્ણ કદમે આ માહિતી આપી. જણાવવામાં આવી રહ્યુ છે કે આ લગ્નમાં એનસીપી પ્રમુખ શરદ પવાર, શિવસેના નેતા સંજય રાઉત અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ પહોંચ્યા હતા
લગ્ન સમારોહમાં 200થી વધુ મહેમાનોના આવવા પર પ્રતિબંધ છતાં મહાદિક (Mahadik FIR)ના દીકરાના લગ્નમાં એક હજારથી પણ વધુ મહેમાનો પહોંચ્યા હતા.
સંજય રાવત. અરવિંદ સાવંતે પણ નિયમો તોડ્યા
આ લગ્ન સમારોહમાં નેતાઓનો મેળો જોવા મળ્યો હતો. એનસીપી પ્રમુખ શરદ પવાર, બીજેપી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા પણ સામેલ થયા હતા. ફડણવીસ માસ્ક પહેર્યા વગર પહોંચ્યા હતા. આ ઉપરાંત લગ્ન સમારોહમાં સંજય રાઉત અને અરવિંદ સાવંત પણ નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ જારી
કોરોનામાં લગ્ન સમારંભમાં માત્ર 200 મહેમાનનો નિયમ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ચેતવણી આપી છે કે જો કોરોનાના નિયમોને નહીં માનવામાં આવે તો સમગ્ર રાજ્યમાં ફરી લૉકડાઉન લાગુ કરવામાં આવી શકે છે. નોંધનીય છે કે કોવિડ-19ના વધતા કેસોને કારણે રાજ્યમાં સોમવારથી તમામ રાજકીય, ધાર્મિક અને સામાજિક મેળાવડા પર રોક લગાવી દેવામાં આવી છે.
રવિવારે ભાજપના પૂર્વ સાંસદ (Mahadik FIR)ના પુત્રના લગ્ન થયા હતા. આ દિવસે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કોરોનાને લઇ રાજ્યના લોકોને સંબોધિત કરી રહ્યા હતા. મુખ્યમંત્રીએ માસ્ક લગાવવાની કડક સૂચના આપી હતી, પરંતુ આ લગ્ન સમારંભમાં નેતા જ નિયમોના ધજાગરા ઉડાડતા નજરે પડ્યા.