ઇસ્તંબુલ: તુર્કીના દક્ષિણ પ્રાંત હૈટે અને ઉત્તરી સીરિયામાં સોમવારે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ત્રણ લોકોના મોતની પૃષ્ટી થઇ છે. આ ભૂકંપ આવ્યા બાદ સ્થાનિક લોકોમાં ફરી એક વખત ડરનો માહોલ જોવા મળ્યો હતો. ગત 6 ફેબ્રુઆરીએ આવેલા વિનાશકારી ભૂકંપમાં તુર્કી અને સીરિયામાં મૃતકોનો આંકડો 46,000ને પાર પહોચી ગયો છે જ્યારે ઘાયલોની સંખ્યા લાખોમાં છે.
Advertisement
Advertisement
કઇ જગ્યા પર અનુભવાયા ભૂકંપના ઝટકા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તુર્કીના ડેફને શહેરમાં સોમવાર રાત્રે 8.04 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, જેના જોરદાર ઝટકા ઉત્તરમાં 200 કિલોમીટર દૂર અદાના પ્રાંતના અંતાક્યા શહેર અને સીરિયા અને લેબેનોનમાં અનુભવાયા હતા.
પ્રત્યક્ષદર્શીઓનું કહેવુ છે કે ભૂકંપને કારણે પહેલાથી ક્ષતિગ્રસ્ત કેટલીક બિલ્ડિંગ તૂટી ગઇ હતી જેને કારણે આકાશમાં ધૂળ જોવા મળી હતી અને દરેક તરફ લોકો મદદ માટે બુમો પાડતા હતા.
ભૂકંપથી કેટલુ નુકસાન?
તુર્કીના આંતરિક મંત્રી સુલેમાન સોયલૂએ કહ્યુ કે ભૂકંપમાં 3 લોકોના મોત અને 213 ઘાયલ થયા છે જ્યારે સીરિયામાં 130થી વધુ લોકો ઘાયલ થયા છે અને કેટલીક પહેલાથી જ નુકસાનગ્રસ્ત બિલ્ડિંગ તૂટી ગઇ છે. તુર્કીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અનુસાર, 6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયા સહરહદ પર આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપ પછી 6 હજારથી વધુ આફ્ટરશૉક્સ આવી ચુક્યા છે.
Advertisement