Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > TikTok યુઝર્સ માટે ખુશખબર, કોર્ટે 21 દિવસ બાદ પ્રતિબંધ હટાવ્યો

TikTok યુઝર્સ માટે ખુશખબર, કોર્ટે 21 દિવસ બાદ પ્રતિબંધ હટાવ્યો

0
315

શોર્ટ વીડિયો એપ TikTok પર લગાવવામાં આવેલા પ્રતિબંધને મદ્રાસ હાઈકોર્ટે હટાવી દીધો છે. જણાવી દઈએ કે, અગાઉ પોર્નોગ્રાફી અને અશ્લીલ કંટેન્ટના આરોપો બાદ મદ્રાસ હાઈકોર્ટ દ્વારા 3 એપ્રિલના રોજ TikTok પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. જે બાદ એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પરથી TikTokને હટાવી દેવામાં આવી હતી.

TikTokના વકીલે જણાવ્યું કે, TikTok પર પ્રતિબંધ હટાવવા અંગે તેના વકીલ દ્વારા જણાવવામાં આવ્યું કે, કંપની આપત્તિજનક કંટેન્ટને હટાવવા માટે એક નવી ટેક્નોલોજી અપનાવશે. આ ઉપરાંત TikTok દ્વારા કોર્ટમાં એપ્લિકેશન પર અશ્લિલ કંટેન્ટને પ્રતિબંધ મૂકવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, 22 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આ અંગે 24 એપ્રિલ સુધીમાં કોઈ નિર્ણય લેવાનો મદ્રાસ હાઈકોર્ટને આદેશ આપ્યો હતો. જો મદ્રાસ હાઈકોર્ટ તરફથી જો કોઈ નિર્ણય લેવામાં નથી આવતો, તો TikTok પરની પ્રતિબંધ આપોઆપ સમાપ્ત થઈ જશે.

આ અંગે બાઈટડાન્સ કંપનીએ 22 એપ્રિલના રોજ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, TikTok પર પ્રતિબંધના કારણે કંપનીને દરરોજ 3.5 કરોડ રૂપિયાનું નુક્સાન થઈ રહ્યું છે. આ ઉપરાંત ભારતમાં TikTokના 250 કર્મચારીઓની રોજગારી પર પણ તલવાર લટકી રહી છે. આ સાથે જ બાઈટડાન્સે જણાવ્યું કે, આ વર્ષના અંત સુધીમાં કર્મચારીઓની સંખ્યા વધારીને 1 હજાર કરવાનો વિચાર છે.