Gujarat Exclusive > દેશ-વિદેશ > મધ્ય પ્રદેશની પ્રજાને પડ્યા પર પાટુ, દારૂ, પેટ્રોલ અને ડીઝલ પર 5% વેટ વધ્યો

મધ્ય પ્રદેશની પ્રજાને પડ્યા પર પાટુ, દારૂ, પેટ્રોલ અને ડીઝલ પર 5% વેટ વધ્યો

0
371

મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે થયેલ વ્યાપક નુકશાનના કારણે વધારાનો ટેક્સ ભેગો કરવા માટે રાજ્ય સરકારે દારૂ, પેટ્રોલ અને ડીઝલ પર પાંચ ટકા વેટ લગાવવાનો નિર્ણય લીધો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, આ ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદના કારણે રાજ્યને 12,000 કરોડ રૂપિયાનો અનુમાનિત નુકશાન થયું છે. તેમને કહ્યું છે કે, અસ્થાયી રૂપથી પાંચ ટકા એડેડ ટેક્સ (વેટ) લગાવ્યો છે. તેમને કહ્યું કે, મધ્યરાતથી કિંમતોમાં વૃદ્ધિ લાગૂ થઇ જશે. આનાથી પહેલા છત્તીસગઢના ભૂપેશ વઘેલ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ પર આપવામાં આવેલ છૂટને ખત્મ કરી દેવામાં આવી હતી.

રાજ્યની કોંગ્રેસ સરકારના આ પગલાથી ત્યાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 2.25 રૂપિયાનો વધારો થઇ ગયો છે. જોકે, રાજ્ય સરકારે દાવો કર્યો છે કે, વેટ સુવિધા હટાવ્યા બાદ પણ સીમાવર્તી રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઓડિશાની સરખામણીમાં છત્તીસગઢમાં વાહન ઇંધણ હજું પણ સસ્તું છે.

રાજ્યના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, ટેક્સનું ધ્યાન રાખીને ડીઝલ અને પેટ્રોલ પર વેટની દર પર આપવામાં આવેલી સુવિધાને હટાવવામાં આવી છે. રાજ્ય સરકારના વાણિજ્યિક કર વિભાગે આની માહિતી આપી હતી.

ગુજરાતનો ખેડૂત ઉંઘી રહ્યો છે અન્ય રાજ્યોના ખેડૂતો કરી રહ્યાં છે આંદોલન