Gujarat Exclusive > દેશ-વિદેશ > બીજી મહિલા સાથે રંગે હાથે પકડાતા DGએ પત્નીને ઢોર માર મારી

બીજી મહિલા સાથે રંગે હાથે પકડાતા DGએ પત્નીને ઢોર માર મારી

0
262

મધ્યપ્રદેશમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. તે વીડિયો સ્પેશ્યલ ડીજી પુરુષોત્તમ શર્માનો છે. આ વીડિયોમાં સિનિયર આઈપીએસ પુરુષોત્તમ શર્માએ પત્નીને માર મારતા નજરે ચઢે છે.તેમની પત્નિએ આરોપ મુક્યો છે કે, તેમને બીજી મહિલા મિત્ર સાથે પકડયા હતા. ત્યારબાદ ભડકેલા પુરુષોત્તમ શર્મા એ પત્નીને માર માર્યો છે. વીડિયો સામે આવ્યા બાદ પુત્રએ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને તેમની ફરિયાદ કરી છે.

વાયરલ થયેલા વીડિયોમાં આઈપીએસ પુરુષોત્તમ શર્મા પોતાની પત્નીને માર મારી રહ્યા છે. બચાવમાં પત્ની પણ તેમના હાથ પર કાતર ચલાવી દે છે. તે જ સમયે ઘરના બે કર્મચારીઓ વચ્ચે પડે છે. પરંતુ પુરુષોત્તમ શર્મા પોતાની પત્નીને અબદ્ર શબ્દો બોલી રહ્યા છે. પુરુષોત્તમ શર્મા હાલમાં રાજ્યમાં સ્પેશ્યલ ડીજી પોલીસ પ્રોસીક્યુશન છે.

આ પણ વાંચો: સુરતમાં કોરોના સંક્રમણ રોકવા પોલીસ કમિશનરે લીધો મહત્વનો નિર્ણય

પુત્રએ શર્માની કરતૂતોનો વીડિયો રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, ડીજીપી અને અન્ય પોલીસ અધિકારીઓને મોકલ્યો છે. જો કે આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ અધિકારીઓએ મૌન સાંધી લીધું છે. તો હજી પુરષોત્તમ શર્માની તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

પુરુષોત્તમ શર્માની હનીટ્રેપ કેસમાં ચર્ચા

અગાઉ પુરુષોત્તમ શર્મા એસટીએફના ડીજી રહેતા ચર્ચામાં રહ્યા હતા. હનીટ્રેપ કૌભાંડ દરમ્યાન તેમનું નામ ખૂબ ઉછળ્યું હતું. સાથો સાથ રાજ્યની બહાર એસટીએફના એક પ્લોટની પણ ખૂબ ચર્ચા થઈ હતી. આ વિવાદ એટલી હદે વધી ગયો હતો કે રાજ્યના ડીજીપી અને તેઓ સામ-સામે આવી ગયા હતા. ત્યારબાદ તત્કાલીન કમલનાથ સરકારે પુરુષોત્તમ શર્માને પદ પરથી હટાવી દીધા હતા.

આ પણ વાંચો: DYMCને માસ્ક વગરનો ફોટો ટવીટ કરવો મોંઘો પડ્યો

મળતી માહિતી મુજબ પુરુષોત્તમ શર્માનો પુત્ર પાર્થ ગૌતમ શર્મા પણ આઈઆરએસ અધિકારી છે. ચર્ચા છે કે દીકરાએ આ વીડિયો બહાર પાડ્યો છે. તો પોલીસ બેડાના ઓફિસરનો મામલો હોવાના લીધે તમામ અધિકારીઓએ મૌન સાંધી લીધું છે. હજી સુધી પુરુષોત્તમ શર્માની તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.