Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વિદ્યાર્થીઓનો કમાલ: બેક પેઇન ધરાવતા લોકોને ઉપયોગી ટ્રાયસિકલ બનાવી

વિદ્યાર્થીઓનો કમાલ: બેક પેઇન ધરાવતા લોકોને ઉપયોગી ટ્રાયસિકલ બનાવી

0
304

હાલની ભાગ દોડ વાળી જિંદગીમાં બેકપેઈનની ફરિયાદ દિવસે દિવસે લોકોમાં વધતી જાય છે. પણ હવે બેક પેઈનની ફરિયાદ વાળા લોકોને ઉપયોગી એવી ટ્રાયસિકલ અમદાવાદની પારુલ યુનિવર્સીટી ઓટોમોબાઇલ એન્જીનીયરીંગ અભ્યાસ કરતા રાજપીપળાના વિદ્યાર્થીઓએ અંતિમ વર્ષના પ્રોજેકટમાં બનાવી છે.

અમદાવાદ ખાતે પારુલ યુનીવર્સીટીમાં ઓટોમોબાઈલ એન્જીનીયરીંગના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા રાજપીપળાના મો.ફૈઝલ હનીફ શેખ તેના સાથીઓ પ્રણવ પઢારીયા,સંકેત પ્રજાપતિ અને જતીન પટેલે મહેશ પંચાલના માર્ગદર્શન હેઠળ પ્રોજેકટના ભાગ રૂપે ત્રણ પૈડાં વાળી 21 ગિયર વાળી ટ્રાયસિકલ બનાવી છે. આ ટ્રાયસિકલ બેક પેઈનના દર્દીઓ માટે ઉત્તમ નિવડશે.

આ 21 ગિયર વાળી ટ્રાયસિકલમાં ત્રણેવ વહીલ માટે 3 અલગ અલગ સસ્પેન્સન રાખવામાં આવ્યા છે. જેને કારણે ઓફ રોડ પર પણ એને સહેલાઈથી ચલાવી શકાશે. આ ટ્રાયસિકલમાં પાછળ 7 અને આગળ 14 મળી કુલ 21 ગિયર છે. ઉપરાંત આ ટ્રાયસિકલમાં બેટરી પણ ફિટ કરવાથી આને દિવ્યાંગો પણ સરળતાથી ચલાવી શકશે.બીજું એ કે ટ્રાયસિકલમાં ત્રણ વહીલ હોવાથી આનો જાળવણી ખર્ચ પ્રમાણમાં ઓછો આવશે.

(વિશાલ મિસ્ત્રી, રાજપીપળા)

રાજ્યભરમાં ભારે વરસાદ, ધરમપુરમાં 11, રાજકોટમાં 10 ઇંચ વરસાદ, આજી ડેમ ઓવરફ્લો