Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતની ‘મા’ અને ‘મા વાત્સલ્ય કાર્ડ’ યોજનાનું આયુષમાન ભારતમાં મર્જર

ગુજરાતની ‘મા’ અને ‘મા વાત્સલ્ય કાર્ડ’ યોજનાનું આયુષમાન ભારતમાં મર્જર

0
214
  • 5 લાખ રૂપિયા સુધીની નિ:શુલ્ક સારવાર મળશે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી જાહેરાત

Government Scheme Of Cashless Treatment: ગુજરાત સરકારે શનિવારે ‘આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ હેઠળ આપવામાં આવેલા ‘આયુષ્યમાન ભારત કાર્ડ’ને (Ayushman Bharat Yojana) રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા ‘મા કાર્ડ’ (Maa Card) અને ‘મા વાત્સલ્ય કાર્ડ’નું (MA Vatsalya) એકીકરણ કરવાની જાહેરાત કરી છે. હવે આ બેમાંથી એક પણ કાર્ડ ધરાવનારી વ્યક્તિને રૂપિયા 5 લાખ સુધીની નિ:શૂલ્ક સારવાર (Cashless Treatment) અપાશે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ‘આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ની (Ayushman Bharat Yojana) સાથે ‘મા કાર્ડ’ (Ma Card) અને ‘મા વાત્સલ્ય કાર્ડ’ના (Ma Vatsalya) વિલયની જાહેરાત કરતાં જણાવ્યું કે, અત્યાર સુધી ‘મા’ અને ‘મા વાત્સલ્ય કાર્ડ’ યોજના અંતર્ગત રાજ્યના ગંભીર બીમારીઓના દર્દીઓને વિનામૂલ્યે સારવાર (Government Scheme Of Cashless Treatment) અપાતી હતી. જો કે હવે રાજ્યના ગંભીર બીમારીઓના દર્દીઓને સારવારમાં સરળતા રહે અને વધુમાં વધુ રોગોની સારવાર શક્ય બને તે માટે ઉપરોક્ત આ બન્ને કાર્ડને આયુષ્માન ભારત કાર્ડ સાથે જોડી દેવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: ગુજરાત: કોરોનાથી સતત બીજા દિવસે પણ 6ના મોત, નવા 1021 કેસ નોંધાયા

આ કાર્ડની સાથે આધાર કાર્ડ લઈને જનારા દર્દીઓને નક્કી કરેલી હોસ્પિટલોમાં પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર વિના મૂલ્યે (Cashless Treatment) પૂરી પાડવામાં આવશે. ડેપ્યુટી CMએ કહ્યું કે, રાજ્ય સરકાર તરફથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ગંભીર બીમારીઓની સારવાર માટે ‘મા કાર્ડ’ (Ma Card) અને ‘મા વાત્સલ્ય કાર્ડ’ (Ma Vatsalya) થી 5 લાખ રૂપિયા સુધીની નિ:શૂલ્ક સારવાર મળતી હતી.

હવે “આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” (Ayushman Bharat Yojana) અંતર્ગત આ લાભો મળવા પાત્ર બનશે. આ બન્ને યોજનાઓમાં સારવાર માટે તમામ પેકેજ એક સમાન જ છે. (Government Scheme Of Cashless Treatment)