Gujarat Exclusive > દેશ-વિદેશ > વુહાનમાં કોરોનાને માત આપનારા 90% દર્દીઓના ફેફસા ખરાબ

વુહાનમાં કોરોનાને માત આપનારા 90% દર્દીઓના ફેફસા ખરાબ

0
427
  •  કોરોનાના ગઢ વુહાનના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • કોરોનાથી સ્વસ્થ થયેલા 5 ટકા લોકો ફરીથી સંક્રમિત

વિશ્વમાં હાલ કોરોના વાયરસે ભારે હાહાકાર મચાવી દીધો છે, દિવસે દિવસે કોરોનાના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

ત્યારે ચીનના શહેર વુહાન જંયાથી કોરોના વાયરસ ફાટ્યો હતો ત્યા વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવી રહ્યો છે.

વુહાનમાં કોરોના વાયરસને માત આપનાર 90 ટકા જેટલા દર્દીઓના ફેફસા ખરાબ થઈ ગયા છે અને સાજા થઇ ચૂકેલા દર્દીઓમાંથી 5% ફરી સંક્રમિત થઇને હોસ્પિટલમાં દાખલ છે.

ચીનના વુહાન શહેરમાં જયાથી કોરોના વાયરસનો કહેર આખા વિશ્વમાં ફેલાયો હતો, જયારે કોરોના વાયરસને કાબૂમાં લેવા તમામ દેશ હાલ પોતાના પ્રયત્નો કરી રહ્યા છે ત્યા વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે.

વુહાનમાં કોરોના વાયરસને માત આપનાર 90 ટકા લોકોના ફેફસા ખરાબ થઈ ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

જો કે, સાજા થઇ ચૂકેલા દર્દીઓમાંથી 5% ફરી સંક્રમિત થઇને હોસ્પિટલમાં દાખલ છે.

ઝોંગનાન હોસ્પિટલના આઇસીયુના ડાયરેક્ટર પેંગ ઝિયોંગના નેતૃત્ત્વમાં વુહાન યુનિ.ની એક ટીમ કામ કરી રહી છે.

આ પણ વાંચો: ચીનને ફટકો, અમેરિકામાં 45 દિવસ સુધી TikTok પર રોકનો આદેશ

તેણે વુહાનમાં એપ્રિલ સુધીમાં સાજા થયેલા 100 દર્દી પર સરવે કર્યો.

આ ટીમ સાજા થઇ ચૂકેલા 100 દર્દી પર એપ્રિલથી નજર રાખી રહી હતી.

સમયાંતરે તેમના ઘરે જઇને તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી રહી હતી.

એક વર્ષ સુધી ચાલનારા આ સરવેનો પહેલો તબક્કો જુલાઇમાં પૂરો થયો.

સરવેમાં આવરી લેવાયેલા દર્દીઓની સરેરાશ ઉંમર 59 વર્ષ છે.

સરવેના પ્રથમ તબક્કાનાં પરિણામો મુજબ સાજા થયેલા 90% દર્દીઓનાં ફેફ્સાં ખરાબ થઇ ચૂક્યાં છે.

તેઓ હજુ સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થયા નથી.

ટીમે દર્દીઓ સાથે 6 મિનિટ સુધી ચાલીને તેમને તપાસ્યા. સાજા થયેલા દર્દી 6 મિનિટમાં 400 મીટર માંડ ચાલી શકે છે જ્યારે એક તંદુરસ્ત વ્યક્તિ 6 મિનિટમાં 500 મીટર સહેલાઇથી ચાલી શકે છે.

આ પણ વાંચો: ચીનની ખોરી દાનતઃ લદ્દાખથી 500 કિમી અંતરે પરમાણુ મિસાઇલો ગોઠવી દીધી

કોરોનાથી સંપૂર્ણપણે સાજા થયેલા દર્દીઓમાંથી કેટલાકને 3 મહિના પછી પણ ઓક્સિજનની જરૂર પડી રહી છે.

100માંથી 10 દર્દીના શરીરમાં કોરોના સામે લડતા એન્ટિબૉડી પણ ખતમ થઇ ચૂક્યા છે.

5% દર્દી કોવિડ-19 ન્યૂક્લિક એસિડ ટેસ્ટમાં નેગેટિવ છે પણ ઇમ્યુનોગ્લોબ્યુલિન એમ ટેસ્ટમાં પોઝિટિવ છે.

એટલે કે તેમણે ફરી ક્વોરન્ટીન થવું પડશે.

ઝોંગનાન હોસ્પિ.ના ડાયરેક્ટર પેંગ ઝિયોંગે કહ્યું કે આ લોકો કોરોનાથી ફરી સંક્રમિત થયા છે કે અગાઉનું જ સંક્રમણ છે તે અંગે હાલના તબક્કે કંઇ કહી શકાય તેમ નથી.

સાજા થયેલા દર્દીઓના શરીરમાં વાઇરસ સામે લડતા બી-સેલ્સમાં ઘટાડો જોવા મળ્યો છે.

કોરોના સંક્રમણથી મુક્ત લોકો સંપૂર્ણપણે સાજા નથી થયા. તેમાં હજુ થોડો સમય લાગી શકે છે.