Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > લુણાવાડા મામલતદારનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ

લુણાવાડા મામલતદારનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ

0
193

મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં લુણાવાડા તાલુકાના મામલતદારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મળી રહેલી જાણકારી અનુસાર, મહિસાગરના લુણાવાડાના મામલતદાર સરકારી ગાડીમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા ત્યારે ટ્રાવેલ્સ સાથે સરકારી ગાડીની ટક્કર થઈ ગઈ હતી.

અકસ્માતમાં સરકારી ગાડીમાં સવાર ડ્રાઇવરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે મામલતદારને સારવાર અર્થે લઈ જવાતા સમયે તેમનું મોત થયું હતું. આ ઘટનાની પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે દોડી આવીને તપાસ શરૂ કરી હતી.

બનાવની વિસ્તારપૂર્વક વિગત એવી છે કે લુણાવાડાના મામલતદાર રાકેશ ડામોર સરકારી ગાડીમાં ડ્રાઇવર વિજયરાજ પગી અને અન્ય એક અધિકારી સાથે નીકળ્યા હતા. દરમિયાન લુણાવાડાના ખલાસપુર પાસે રાજસ્થાન પાસિંગની અશોક ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી સાથે અકસ્માત થયો હતો.

પોલીસે અકસ્માતમાં અથડાયેલી બસના ડ્રાઇવર સાથે તેનો કબ્જો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તેની માહિતી સરકારી ગાડીમાં સવાર ત્રીજી વ્યક્તિના નિવેદન પરથી જ જાણી શકાય તેમ છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9