Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના મહામારીમાં લોકોને સેવા આપતું લુકમાન મેડિકલ સ્ટોર, 10થી 70 ટકા ડિસ્કાઉન્ટ

કોરોના મહામારીમાં લોકોને સેવા આપતું લુકમાન મેડિકલ સ્ટોર, 10થી 70 ટકા ડિસ્કાઉન્ટ

0
251
  • લોકોની રાહત માટે લુકમાન હોસ્પિટલ ખોલવાનો ભવિષ્યનો પ્લાન Lukman Medical store
  • છેલ્લા ઘણા વર્ષોથી આ ટ્રસ્ટ લોકોની સેવા માટે કાર્યરત છે
  • લોકોની આર્થિક પરિસ્થિતિને જોઈ આ મેડિકલ સ્ટોર ખોલવામાં આવ્યો Lukman Medical store

અમદાવાદ: શહેરના રાયખડ વિસ્તારમાં સંકલ્પ પબ્લિક ટ્રસ્ટ દ્વારા લુકમાન મેડિકલ સ્ટોરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે, આ મેડિકલ સ્ટોરમાં તમામ બ્રાન્ડેડ કંપનીની જૈનેરિક દવાઓ જે તમામ લોકોને પરવડે એવા દર 10 થી 70 ટકા સુધીની રાહત આપવામાં આવશે. આ મેડિકલ સ્ટોર માનવ સેવાના હેતુથી કાર્યરત કરવામાં આવ્યું છે.

હાલ અમદાવાદ શહેરમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે અને આ મહામારીમાં લોકોના દવા પાછળ અઢળક રુપિયા જતા રહ્યા છે. ત્યારે લોકોની સેવા કરવા માટે શહેરના રાયખડ વિસ્તારમાં સંકલ્પ પબ્લિક ટ્રસ્ટ દ્વારા લુકમાન મેડિકલ સ્ટોરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે, જેમાં તમામ કંપનીની બ્રાન્ડેડ દવાઓ પર સારી એવી 10 થી 70 ટકાની છુટ આપવામાં આવશે. જો કે, હાલ સંકલ્પ પબ્લિક ટ્રસ્ટ દ્વારા પોતાના ત્રણ દવાખાનાઓ કાર્યરત છે. જે છેલ્લા 10 વર્ષથી વધારે સમયથી લોકોની સેવા કરી રહ્યા છે. આમ સામાન્ય કોઈ પણ પ્રકારની દવા લેવા માટે લોકો જતા હોય છે તે તેનો ચાર્જ અંદાજિત 30થી 40 રુપિયા હોય છે પરતું લુકમાન દવાખાનામાં દવાનો અને ડોક્ટરનો ચાર્જ બન્ને મળીને ફકત 15 રુપિયા જ લેવામાં આવે છે. Lukman Medical store

હિદાયત ઉલ્લા સૈયદે ગુજરાત એક્સક્લુઝિવ સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, સંકલ્પ પબ્લિક ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમ એક ડિસ્પેન્સરીની શરુઆત કરવામાં આવી હતી. જે આજે ધીમે ધીમે એક ડિસ્પેન્સરીથી ત્રણ થઈ ગઈ છે અને લોકોનો સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. આ ડિસ્પેન્સરી અમદાવાદ શહેરમાં ત્રણ વિસ્તારમાં આવેલી છે. જેમાં એક રાયખડ સૈયદવાડ પાસે છે જેમાં દિવસ રાત ડોક્ટરો કોઈ સ્વાર્થ રાખ્યા વિના લોકોની સેવા કરવા માટે હાજર રહેતા હોય છે. બીજી ડિસ્પેન્સરી જમાલપુર પાસે આવેલ હેબતખા મસ્જીદની નજીક છે ત્યા પણ ડોક્ટરો દિવસ રાત લોકોની સેવા કરવા માટે હાજર રહેતા હોય છે અને સાથો સાથ લોકોને પરવડે તેવા અભાવે ફિઝયોથેરાપી પણ કરાવવામાં આવે છે. ત્યારે અન્ય એક ડિસ્પેન્સરી જે જુહાપુરા બરફની ફેક્ટરી પાસે આવેલ છે જયાં પણ લોકોનો સારો એવા પ્રતિસાદ મળી રહ્યો છે. આ ત્રણે સફળતા બાદ અંતે લોકોની સેવા કરવા માટે લુકમાન મેડિકલ સ્ટોર શરુ કરવામાં આવ્યો છે. જે પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી નથી તેવા લોકો માટે આ મેડિકલ સ્ટોર કાર્યરત કરવામાં આવ્યો છે. કોસ્મેટિક દવાઓ પર 10 ટકા ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યો છે અને અન્ય દવાઓ પર 70 ટકા ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યો છે. Lukman Medical store

આ પણ વાંચો:અમદાવાદમાં છેલ્લા 5 દિવસમાં માસ્ક વિનાના 958 લોકોના કરાયા ટેસ્ટિંગ

સૈયદ એઝાઝે ગુજરાત એક્સક્લુઝિવ સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, જયારે કચ્છમાં ઘણા વર્ષો પહેલા એક ભયાનક ભૂંકપ આવ્યો હતો જેમાં લોકોની હાલત ભારે ખરાબ જોવા મળી રહી હતી. ત્યારે સૈયદ એઝાઝ અને તેમના મિત્રોએ એક ટ્રસ્ટ બનાવવાનો વિચાર કર્યો હતો જેમાં માનવ સેવા માટે આ ટ્રસ્ટ કાર્યરત કરવામાં આવશે.જેથી સૈયદ એઝાઝ અને તમના 10 મિત્રોએ ભેગા મળી  સંકલ્પ પબ્લિક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે, જયારે સુરતમાં પુર આવ્યો હતા ત્યારે આ ટ્રસ્ટ લોકોની મદદ માટે ખડેપગે ઉભો રહ્યો હતો અને લોકોને સેવા આપવાનો કાર્ય કર્યો હતો. Lukman Medical store

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9