Gujarat Exclusive > દેશ-વિદેશ > લખનઉ: કોરોના સંક્રમિત પાંચ દર્દીઓના મોત, હોસ્પિટલે કહ્યું- ઓક્સિજનની અછતથી નથી ગયા જીવ

લખનઉ: કોરોના સંક્રમિત પાંચ દર્દીઓના મોત, હોસ્પિટલે કહ્યું- ઓક્સિજનની અછતથી નથી ગયા જીવ

0
30

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કોરોના સંક્રમણનો ખતરો ખુબ જ ઝડપી રીતે વધી રહ્યો છે. હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની ભીડ લાગેલી છે. જ્યારે મોતોનો આંકડો પણ પ્રતિદિવસ વધતો જઈ રહ્યો છે. આજે લખનઉના ગોમતીનગર વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં કોરોના સંક્રમિત પાંચ દર્દીઓના જીવ જતા રહ્યાં છે. આની જાણકારી પોતે હોસ્પિટલ પ્રશાસન તરફથી આપવામાં આવી છે અને કહ્યું છે કે, કોઈપણ મોત ઓક્સિજનની અછતથી થયું નથી.

ગોમતીનગર સ્થિત ટેન્ડર પામ હોસ્પિટલોમાં કોરોનાથી સંક્રમિત અનેક ગંભીર દર્દીઓની સારવાર ચાલી રહી છે. સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવે તો હોસ્પિટલમાં એલ-2 અને એલ-3 કેર સેન્ટર પણ છે. હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ લાગેલી છે.

જ્યારે પાછલા દિવસોમાં હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત રહી, જેમાં કેટલાક સમય પછી ઓક્સિજન સિલેન્ડર હોસ્પિટલમાં પહોંચાડી દેવામાં આવ્યા છે. આ વચ્ચે આજે અહીં કોરોના સંક્રમણથી પાંચ દર્દીઓના મોત થઈ ગયા, જેમાં ચાર મહિલાઓ અને એક પુરૂષ સામેલ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat