Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કિસ્મત બદલાઈ ગુજરાતના આ વિસ્તારની! સોનાથી પણ વધારે કિંમતી હજારો કરોડનો મળ્યો ખનીજ ભંડાર

કિસ્મત બદલાઈ ગુજરાતના આ વિસ્તારની! સોનાથી પણ વધારે કિંમતી હજારો કરોડનો મળ્યો ખનીજ ભંડાર

0
7712

આપણને જમીનમાંથી જે ખનીજતત્વો મળે છે, એના વડે આપણે ઘણું બધું બનાવીએ છીએ અને અમુક વસ્તુ એવી હોય છે, જે ખુબ જ દુર્લભ ગણાય છે. એવું જ એક દુર્લભ ગણાતું ખનીજ ગુજરાતમાંથી મળી આવ્યું છે. મળેલી જાણકારી અનુસાર, છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આંબાડુંગર- સૈડીવાસણ પટ્ટાના ડુંગરોના પેટાળમાં રેર અર્થ એલીમેન્ટ લેન્થેનાઇડ્ઝનો વિપુલ ભંડાર હોવાનું જાણવા મળ્યું છે અને આ માહિતી છેલ્લા 3 વર્ષથી ચાલતા સંશોધનના અંતે જાણવા મળી છે. ૨૫મી ના રોજ દેશના એટમીક એનર્જી, સ્પેસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ડો. જિતેન્દ્રસિંહે રાજ્યસભામાં આના વિશે લેખિતમાં જણાવ્યું હતું. એમણે જણાવ્યું હતું કે, જમીનની અંદર સોના કરતા પણ વધુ મોંઘી અને દુર્લભ લેન્થેનાઇડ્ઝ ખનીજ ઓક્સાઇડના સ્વરૂપમાં મળી આવ્યું છે.

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આંબાડુંગર-સૈડીવાસણ પટ્ટાના ડુંગરોના પેટાળમાં રેર અર્થ એલીમેન્ટ લેન્થેનાઇડ્ઝનો વિપુલ ભંડાર ધરબાયેલો હોવાનું છેલ્લા ત્રણ વર્ષથી ચાલતા સંશોધનના અંતે જાણવા મળ્યું છે. જમીનની અંદર પણ સોના કરતા પણ વધુ મોંઘી અને દુર્લભ લેન્થેનાઇડ્ઝ ખનીજ ઓક્સાઇડના સ્વરૂપમાં મળી હોવાનું 25મીના રોજ દેશના એટમીક એનર્જી, સ્પેસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ડો. જિતેન્દ્રસિંહ રાજ્યસભામાં લેખિતમાં જણાવ્યું હતું. ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના આંબાડુંગર વિસ્તારમાં 3,46,462ના ટન રેર અર્થ તત્વના ઓકસાઇડ સ્વરૂપે અને 19,564 ટન નાયોબીયન ઓક્સાઇડ મળી આવેલી હોવાનો સદનમાં એક પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યુ હતું.

તેમણે છેલ્લા 3 વર્ષથી એટમીક એનર્જી વિભાગ દ્વારા થતા સંશોધનો અંગે જવાબ આપતા ન્યુક્લીયર પાવર બાબતે દેશમાં કેટલી પ્રગતિ અને સંશોધનો સફળ થયા છે તેની તમામ ક્ષેત્રની માહિતી આપી હતી. જુલાઇ 2016 થી અત્યાર સુધીમાં એટમીક મીનરલ્સ ડાયરેકટોરેટ દ્વારા એટમીક મીનરલ્સનું જે રિસર્ચ કરાયુ તેની માહિતીનુ સરવૈયુ રજૂ કર્યુ હતું. જેમાં આંબાડુંગર એ એક સામાન્ય ડુંગર નથી પણ અબજો રૃપિયાની રાષ્ટ્રીય સંપતિ તેના પેટાળમાં ધરબાયેલી છે. તે વાત કેન્દ્રીય મંત્રીના ઉત્તર સાથે જ સામે આવી છે.

જીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમે અહીં લાંબા સમયથી સંશોધનો કરીને તેના તારણો મેળવ્યા છે. અત્રેથી સેમ્પલો મેળવીને બેંગલોર અને દિલ્હીની લેબોરેટરીમાં તપાસ્યા છે. દિલ્હીથી સેન્ટ્રલની 16 સદસ્યોની એક ટીમ પણ આવી હતી. રિસર્ચ વિંગના ઉચ્ચ અધિકારીઓ, સિનિયર જિયોલોજીસ્ટ તેમાં જોડાયા હતા.

એક મીટરના સેમ્પલો બારેહોલ કરીને મેળવાયા હતા
ખનીજ સંશોધન ચાલતુ હતું ત્યારે બોરીંગની સ્પેશીયલ રીંગ દ્વારા પ્રારંભે દર ૧૦૦ મીટર અંતરાલે બોર કરીને એક મીટર લાંબો અને પાંચ સેમી ગોળ એવો નળાકાર સેમ્પલો પ્રત્યેક મીટર ઊંડાઇ દીઠ એકત્રીત કરાયા હતા. જેનો ડેટા એકત્ર કરી ભૂગર્ભની કોમ્પોઝીટ ખનીજનું સ્વરૃપ અને માત્રા નક્કી કરવામાં આવી હતી.

આંબાડુંગરની જંગલ ઝાડી નીચે અબજો રૃપિયાની ખનીજનો ખજાનો
આંબાડુંગરની વાદીઓ નીચે લેન્થનમની માત્રા ૯૦ ટકા છે. પ્રતિબંધિત રેડિયો એક્ટીવ પદાર્થ પણ ગણાય છે તો ભારત દેશમાં જ નહીં વિશ્વમાં આટલી માત્રામાં ખજાનો કયાંયે જોવા મળ્યો નથી.
ભારત દેશમાં આસામ બાજુ ઇમ્ફાલમાં તથા રાજસ્થાનમાં જૂજ અંશો આ રેર અર્થના મળી આવ્યા છે. જો કે, છોટાઉદેપુરમાં સાડા ત્રણ લાખ ટન જેટલું રેર અર્થ મટીરીયલ મળી આવ્યુ છે.

આંબાડુંગર દેશનો સૌથી મૂલ્યવાન પ્રદેશ
રેડીયો એકટીવ કે રેર અર્થ ગણાતા ખનીજ બજારોમાં સીધા ખરીદી કે વેચી શકાતા નથી. તેની આણ્વીક રચના એવી હોય છે કે, ન્યુક્લિયર વિભંજન તેની ચેઇન ભારે ઉર્જા ઉત્પન્ન કરે છે.

શું છે લેન્થનમની ખાસીયતો?
આંતરરાષ્ટ્રીય બજારમાં લેન્થનમની કિંમત એક ગ્રામના ૬૪ ડોલર છે તે રેર અર્થ મટીરીયલ તરીકે ઓળખાય છે. અણુ ક્રમાંક ૫૭ છે. અણુભાર ૧૩૮.૯ પ્રોટોન સંખ્યા ૫૭, ન્યુટ્રોન સંખ્યા ૮૨, ઇલેકટ્રોન સંખ્યા- ૫૭, ઘનતા ૬.૭ ગ્રામ પ્રતિ ઘન સેમ છે. હવામાં ખુલ્લો રહેતા આ પદાર્થનું ઝડપથી ઓકસીડેશન થઇ જાય છે તે કંઇક અંશે ઝેરી પણ છે.

લેન્થનમની ઉપયોગીતા
-રેડિયોએક્ટીવ હોય પરમાણુ ઉર્જા મથકમાં ઉર્જા સ્ત્રોત તરીકે ઉપયોગી છે.
-ખાસ દવાઓમાં તે ઉપયોગમાં લેવાય છે. ખાસ કરીને કીડનીને લગતા રોગના ઉપચારમાં તેનોજ ઉપયોગ થાય છે.
-કાર્બન લાઇટીંગ, ઇન્ડ્રારેડપ્લાસ, કોપરો અને ટેલિસ્કોપના લેન્સ માટે, કાસ્ટ આયર્નમાં, વેક્યુમ ટયુબલ આક , વોટર ટ્રીટમેન્ટમાં તેનો ઉપયોગ થાય છે.

દિવસમાં 3 ટ્રેન, છતાંય રેલ્વે સ્ટેશન 300 કરોડનો! પોતાના શોખ પુરા કરવા મોદી સરકારના નવા તાગડધિન્ના