Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > LPG બુકિંગમાં આસાનીઃ રાંધણગેસનો બાટલો હવે વોટ્સએપ મેસેજથી પણ મળી શકશે

LPG બુકિંગમાં આસાનીઃ રાંધણગેસનો બાટલો હવે વોટ્સએપ મેસેજથી પણ મળી શકશે

0
49
  • ઈન્ડેન ગેસે પોતાના ગ્રાહકોને બુકિંગ માટે વોટ્સએપ સેવા શરુ કરી
  • ઈન્ડેનના ગ્રાહકો મિસ્ડ કોલ કરીને પણ સિલિન્ડર બુક કરાવી શકશે

નવી દિલ્હીઃ રાંધણ ગેસની બુકિંગમાં આસાની થઇ ગઇ. હવેથી LPG બાટલો વોટ્સએપ મેસેજ (LPG Whatsapp Booking)થી પણ મળી શકશે. ઇન્ડેન ગેસ કંપનીએ પોતાના ગ્રાહકોને બુકિંગ માટે વોટ્સએપ સેવા શરુ કરી છે. તેના માટે એક મોબાઇલ નંબર જારી કર્યો છે. એટલે ગ્રાહકે પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી REFILL ટાઈપ કરીને 7588888824 પર મેસેજ મોકલવાનો રહેશે.

આ પણ વાંચોઃ ટ્રાફિક ઇ-કોર્ટનો પ્રારંભઃ હવેથી ટ્રાફિકના મેમો ભરવા કોર્ટમાં જવાથી મુક્તિ મળશે

બુકિંગ બાદ સ્ટેટસ પણ ચેક કરી શકાશે

ઈન્ડેન ઓઈલે બુકિંગ બાદ તેનું સ્ટેટસ જાણવા માટેની સુવિધા પણ વોટ્સએપ પર ઉપલબ્ધ કરાવી છે. તેના માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી STATUS# ટાઈપ કરવાનું છે. ત્યારબાદ બુકિંગ કર્યા બાદ મળેલ ઓર્ડર નંબર દાખલ કરવો પડશે.

દાખલા તરીકે બુકિંગ નંબર 12345 છે તો STATUS#12345 ટાઈપ કરવું પડશે અને 7588888824 નંબર પર વ્હોટ્સએપ (LPG Whatsapp Booking) મેસેજ કરવો પડશે. એ વાતનું ધ્યાન રાખવું કે STATUS# અને ઓર્ડર નંબરની વચ્ચે કોઈ સ્પેસ ન હોવી જોઈએ.

મિસ કોલ કરીને કેવી રીતે બુકિંગ?

ગ્રાહકો હવે તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી પૈસા ખર્ચ કર્યા વગર મિસ કોલ કરીને પણ સિલિન્ડર બુક કરાવી શકશે. LPG ગ્રાહક સિલિન્ડર ભરાવવા માટે દેશમાં ગમે તે જગ્યાએથી 8454955555 પર મિસ કોલ કરીને બુકિંગ કરાવી શકે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ સુવિધાથી ગ્રાહકોને બુકિંગ માટે કોલ કરવામાં જે સમય લાગે છે જે બચશે. તે સાથે ગ્રાહકોને કોલ માટે કોઈ ચાર્જ પણ નહીં આપવો પડે. LPG Whatsapp Booking

આ પણ વાંચોઃ સાવધાનઃ સાયબર હેકર્સે OTP વિના જ બેન્ક બેલેન્સ ખાલી કરવા લાગ્યા

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat