Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રાંધણગેસની હોમ ડિલિવરીમાં આ ફેરફાર પહેલી નવેમ્બરથી લાગુ પડશે

રાંધણગેસની હોમ ડિલિવરીમાં આ ફેરફાર પહેલી નવેમ્બરથી લાગુ પડશે

0
161

નવી દિલ્હીઃ રાંધણગેસનું સિલિન્ડર તમે ફોન પર નોંધાવીને ઘરે મંગાવતા હોય તો હવે તેના નિયમમાં ખાસ ફેરફાર થવાનો છે જે જાણવો અત્યંત જરૂરી છે. પહેલી નવેમ્બરથી ઘરે એલપીજી સિલિન્ડરની હોમ ડિલિવરી (LPG home delivery system change)થાય છે તે સમગ્ર સિસ્ટમ જ બદલાઈ રહી છે. સરકારી ઓઇલ કંપનીઓએ તેની તૈયારી કરી લીધી છે. આગામી મહિનાથી ડિલિવરી માટે આ નવી સિસ્ટમ લાગુ થશે

આ પણ વાંચોઃ કોરોનાની સારવારમાં રેમડેસિવિર કેટલી અસરકારક? WHOના ટ્રાયલમાં મોટો ખુલાસો

ગેસ સિલિન્ડરની ચોરી રોકવા, સિલિન્ડરમાંથી ગેસની થતી ચોરી રોકવા તથા જે ગ્રાહક હોય તેને જ ડિલિવરી થાય તે માટે આ નવી પદ્ધતિ લાગુ થઈ રહી છે. આ સિસ્ટમમાં ફક્ત બૂકિંગ કરાવવાથી બધું પૂરું નહી થાય.

નવી સિસ્ટમમાં ડિલિવરી બોયને કોડ આપવો પડશે

આ નવી સિસ્ટમમાં સરકારી ઓઇલ કંપનીઓએ સિસ્ટમને ડિલિવરી ઓથેન્ટિકેશન સાથે જોડવાનો પ્લાન કરાવ્યો છે. તમે સિલિન્ડરનું બૂકિંગ કરાવશો ત્યારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક કોડ આવશે. આ કોડ સિલિન્ડરની ડિલિવરી વખતે ડિલિવરી બોયને આપવો પડશે. આમ જ્યાં સુધી કોડ નહીં બતાવો ત્યાં સુધી ડિલિવરી પૂરી નહી થાય અને સ્ટેટસ પેન્ડિંગ બતાવ્યા કરશે.

આ પણ વાંચોઃ TRP વિવાદઃ અંતે BARC જાગી, 3 મહિના માટે ન્યૂઝ ચેનલોનું વિકલી રેટિંગ બંધ

ઓઇલ કંપનીઓ આ નવી ડિલિવરી સિસ્ટમ સૌથી પહેલા 100 સ્માર્ટ સિટીમાં લાગુ કરશે. આ પાયલોટ પ્રોજેક્ટ રહેશે. પછી દેશના બીજા ભાગમાં પણ આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. હાલમાં બે શહેરોમાં આ સિસ્ટમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચાલે છે. નવી સિસ્ટમ ફક્ત રાંધણગેસ સિલિન્ડરને જ લાગુ પડશે. કોમર્સિલ સિલિન્ડરને તેમાથી બાકાત રાખવામાં આવ્યા છે.

મોબાઇલ નંબર પણ ડિલિવરી બોય પાસે જ અપડેટ કરાવી શકાશે

આ સિવાય જો તમારો મોબાઇલ નંબર ગેસ એજન્સી પાસે ન હોય કે બદલાયો હોય તો ડિલિવરી સમયે જ તે અપડેટ કરાવી શકાશે. આ માટે ડિલિવરી બોયને એક એપની સગવડ આપવામાં આવશે. ડિલિવરી વખતે તમે તે એપની મદદથી તમારો મોબાઇલ નંબર ડિલિવરી બોયને અપડેટ કરાવી શકો છો. એપ દ્વારા રિયલ ટાઇમ બેસિસ પર મોબાઇલ નંબર અપડેટ થશે. તેના પછી તે નંબરથી કોડ જનરેટ કરવાની સગવડ પણ હશે.