Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > Love Sex Aur dhokha: પ્રેમિકાની પ્રેમી સામે રેપની ફરિયાદ, યુવકની માતાનો યુવતીના પિતા પર છેડતીનો આક્ષેપ

Love Sex Aur dhokha: પ્રેમિકાની પ્રેમી સામે રેપની ફરિયાદ, યુવકની માતાનો યુવતીના પિતા પર છેડતીનો આક્ષેપ

0
161
  • સાબરમતીમાં જવાહર ચોક વિસ્તારનો કિસ્સો
  • 19 વર્ષીય યુવતીને પાડોશી યુવક સાથે પ્રેમ થયો હતો

અમદાવાદઃ અમદાવાના સાબરમતીમાં જવાહર ચોક વિસ્તારમાં ‘લવ, સેક્સ ઔર ધોખા’  (Love Sex Aur dhokha) જેવી બની ગઇ. જેમાંપ્રેમિકાએ પ્રેમી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. સામા પક્ષે યુવકની માતાએ યુવતીના પિતા વિરુદ્ધ છેડતીની ફરિયાદ કરી દીધી. સાબરમતી પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.

સાબરમતીની એલ.વી.ઉપાધ્યાય કોલેજમાં થર્ડ યરના 5માં સેમેસ્ટરમાં અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતી કોમલ (નામ બદલ્યું છે.)ના પરિચયમાં તેની પડોશમાં રહેતો વિવેક આવ્યો હતો.

આ પણ વાંચોઃ રાજકોટ પોલીસે ભારે કરી : અમદાવાદમાં રહેતાં યુવકને વિધાઉટ હેલ્મેટનો મેમો મોકલ્યો

યુવકે હોટલમાં ન્યૂડ ફોટા પાડી લીધાનો યુવતીનો આરોપ

વિવેક અને કોમલ વચ્ચે ફોન નંબરની આપલે થયા બાદ પ્રેમ પ્રકરણ (Love Sex Aur dhokha) શરૂ થયું હતું. વિવેક લગ્નની લાલચ અને વચન આપીને મળવાના બહાને કોમલને મોટેરા વિસ્તારની ઓયો હોટલમાં લઈ ગયો હતો. જ્યાં જબરજસ્તી કોમલ સાથે શરીરસબંધ બાંધ્યો હતો. વિવેકએ કોમલના ન્યૂડ ફોટો પણ લીધા હતા.

બે વખત શરીરસુખ માણી વાત બંધ કરી દીધી

આ રીતે કોમલ સાથે બે વાર શરીરસબંધ બાંધી  (Love Sex Aur dhokha) આરોપી વિવેકએ તેની સાથે વાતચીત કરવાનું બંધ કર્યું હતું. કોમલએ લગ્નનું વચન યાદ અપાવતા આરોપી વિવેકએ લગ્ન કરવાની અને ફરી મળવાની ના પાડી હતી. સાથે સાથે ધમકી આપી કે, જો તે કોઈને વાત કરી તો તારા ન્યૂડ ફોટો મારી પાસે છે,હું તને બદનામ કરી દઈશ.

કોમલએ બનાવની જાણ માતા પિતાને કરતા તેઓ રાત્રે ફરિયાદ કરવા સાબરમતી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સાબરમતી પોલીસે આ અંગે કોમલની ફરિયાદ આધારે વિવેક વિરૂધ્ધ દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચોઃ જાણી લો, એક ફિલ્મી ગીત પણ તમને જેલની હવા ખવડાવી શકે છે

બીજી તરફ વિવેકની માતાએ પણ પોલીસ સ્ટેશન પહોંચી હતી. વિવેકની માતાએ કોમલના પિતા વિરૂધ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.