Gujarat Exclusive > દેશ-વિદેશ > લવ જિહાદ શબ્દ કોમી વેર ભડકાવવા ભાજપની એક ચાલઃ અશોક ગેહલોત

લવ જિહાદ શબ્દ કોમી વેર ભડકાવવા ભાજપની એક ચાલઃ અશોક ગેહલોત

0
38
  • ભાજપ શાસિત રાજ્યોમાં બની રહ્યો છે લવ જિહાદ વિરુદ્ધ માહોલ
  • યોગી, ખટ્ટર અને દિગ્વિજય સિંહે કાયદો લાવવા કરી છે વાત

જયપુરઃ લવ જિહાદ (Love Jihad News) શબ્દ દેશમાં કોમી વેર ભડકાવવા માટેની એક ચાલ હોવાનું રાજસ્થાનના CM અશોક ગેહલોતે જણાવ્યું છે. રાજસ્થાનના મુખ્યમંત્રીએ લવ જેહાદને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે. અશોક ગહેલોતે કહ્યુ કે,

“લવ જેહાદ એ ભાજપ દ્વારા દેશના ભાગલા પાડવા અને કોમી સૌહાર્દને ખલેલ પહોંચાડવા માટે લાવેલો શબ્દ છે. લગ્ન એ વ્યક્તિગત સ્વાતંત્ર્યની બાબત છે, તેને રોકવા કાયદો લાવવો એ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે અને કાયદાની કોઇ પણ અદાલતમાં ટકશે નહીં. પ્રેમમાં જેહાદનું કોઇ સ્થાન નથી.”

ભાજપ શાસિત રાજ્યો એક પછી એક કથિત ‘લવ જિહાદ’ પર અંકુશ મૂકવા માટે કાયદો લાવી રહ્યા છે. યુપીના ગૃહ વિભાગે રાજ્યમાં ટુકમાં લવ જિહાદ વિરુદ્ધ કાયદો લાવવાની જાહેરાત કરી દીધી. હરિયાણા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓએ પણ તેની તૈયારી શરુ કરી છે.

આ પણ વાંચોઃ નગરોટા એન્કાઉન્ટર પર PM મોદીની બેઠક, 26/11ની વર્ષી પર મોટા હુમલાનું હતું ષડયંત્ર

લવ જિહાદ (Love Jihad News)સામે ચાલી રહેલી આ તૈયારીઓ વચ્ચે ઘણા સવાલો પણ ઊઠ્યા છે. તેમાં ગેહલોતે એક પછી એક અને ટ્વીટ કરી દીધી. જેમાં લખ્યું કે,

“લવ જિહાદ શબ્દ ભાજપે બનાવ્યો છે, જેથી દેશના ભાગલા થઇ શકે અને સાંપ્રદાયિક સદ્ભાવ બગડે. લગ્ન એક વ્યક્તિગત મુદ્દો છે. એક કાયદો બનાવી તેના પર અકુંશ મુકવો સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. કોઇ પણ કોર્ટમાં તેને વાજબી ઠેરવવામાં નહીં આવે. પ્રેમમાં જિહાદને કોઇ સ્થાન નથી.”

“તે (ભાજપ) દેશમાં એક એવો માહોલ સર્જી રહ્યો છે, જેમાં વ્યસ્કોનો રાજ્યના પાવરની દયા પર જીવવું પડશે. લગ્ન અંગત નિર્ણય હોય છે અને તેના પર અંકુશ વગાવી રહ્યા છે. જે વ્યક્તિગત સ્વતંત્રતા છીનવા જેવું છે.”

” આ સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાની એક ચાલ છે.સામાજિક સંઘર્ષને પ્રોત્સાહન આપવા જેવું છે. એક રાજ્ય કોઇ પણ આધાર પર પોતાના નાગરિકોની સાથે ભેદભાવ કરી શકે નહીં. આવી બંધારણીય જોગવાઇઓનું ખંડન કરવા જેવું છે.

લવ જિહાદ અંગે યુપીના CM યોગીએ શું કહ્યું

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે તેઓ લવ જિહાદ (Love Jihad News)ને કડક હાથે ડામી દેવા માટે અસરકારક કાયદો લાવશે.

તેમણે ચેતવણી આપી હતી કે જે લોકો દિકરી-વહુઓનું આબરુ સાથે રમત રમે છે. તેઓ નહીં સુધરે તો રામનામ સત્ય હૈની તેમની અંતિમ યાત્રા નીકળવાની છે. તેમણે કહ્યું કે લવ જિહાદ (Love Jihad News)માં સામેલ લોકોના પોસ્ટર દિવાલો પર ચોંટાડવામાં આવશે.

આ પણ વાંચોઃ લોન મોરેટોરિયમ કેસમાં સુપ્રીમનું વલણઃ ક્રેડિટ કાર્ડધારકોને શેની રાહત?

હરિયાણાના CM ખટ્ટરે કહ્યું Love Jihad News

હરિયાણાના મુખ્યમંત્રી મોનહર લાલ ખટ્ટરે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર લવ જિહાદ (Love Jihad News) અંગે કાયદાકીય જોગવાઇઓ પર વિચાર કરી રહી છે. હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે પણ કહી દીધું કે હરિયાણામાં લવ જિહાદ સામે કાયદો બનાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.

મધ્યપ્રદેશ સરકારનું નિવેદન

તાજેતરમાં જ મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ટ્વીટ કરી હતી કે,

સરકાર રાજ્યમાં ધર્માંતરણ માટે કરાયેલા લગ્ન પર પ્રતિબંધ મૂકનાર બિલ આગામી વિધાનસભા સત્રમાં લાવવાની તૈયારીમાં છે. તેમાં બિન જામીનપાત્ર ગુનો જાહેર કરી મુખ્ય આરોપી અને તેના સાથીઓને 5 વર્ષની કડક સજાની જોગવાઇ કરાશે.

આ પણ વાંચોઃપશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરના મોતના વિરોધમાં અપાયેલા બંધમાં પોલીસનો લાઠીચાર્જ

લવ જિહાદ સંસદમાં સરકારે શું કહ્યું?

ભાજપ શાસક રાજ્યો લવ જિહાદ (Love Jihad News) વિરુદ્ધ માહોલ સર્જી રહ્યા છે. પરંતુ શું સરકાર પાસે લવ જિહાદ અંગે કોઇ પુરાવા, કોઇ આધારભઊત આંકડા છે? વાસ્તવમાં તેનો જવાબ નહીં છે. સંસદમાં ગત ફેબ્રુઆરીમાં લવ જિહાદ અંગે સાંસદમાં એક સવાલ પૂછાયો હતો. તેના જવાબમાં કેન્દ્રીય રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું હતું કે

“લવ જિહાદ નામ કાયદામાં નિર્ધારિત નથી. કોઇ પણ એજન્સી દ્વારા એવો કોઇ રિપોર્ટ કરાયો નથી.” Love Jihad News