Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગજરાજ રથયાત્રા માટે તૈયાર માત્ર સરકારની સત્તાવાર મંજૂરીની રાહ જોવાઇ રહી છે

ગજરાજ રથયાત્રા માટે તૈયાર માત્ર સરકારની સત્તાવાર મંજૂરીની રાહ જોવાઇ રહી છે

0
83

144મી રથયાત્રાને લઈને શહેરમાં પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે અને મંદિરમાં પણ તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ દર્શન માટે મંદિરમાં લોકો મંદિરે જોવા મળી રહ્યા છે. મંદિરની સામે ઉભેલા ગજરાજના આશીર્વાદ લેતા લોકો નજરે પડ્યા હતા.

રથયાત્રામાં આ વખતે ઘણી એક્ટિવિટી પર પ્રતિબંધ હશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. જેમાં અખાડા અને ટ્રકને પરવાનગી નહિ મળે સાથે સામાન્ય લોકો પણ દૂરથી જ નાથના દર્શન કરી શકશે. આ રથયાત્રામાં સૌપ્રથમ હાથી નીકળે છે ત્યારબાદ ભગવાનના રથ મંદિર પરિસરની બહાર નગરચર્યાએ નીકળે છે. આ હાથીએ રથયાત્રામાં સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર હોય છે. બાળકોથી માડીને વૃદ્ધો પણ જ્યારે નાથની નગર ચર્યા દરમિયાન હાથી તેઓના ઘર આગળથી પસાર થાય ત્યારે તેના દર્શન કરી તેને ફ્રૂટ કે ગોળ જેવી વસ્તુઓ ખવડાવતા હોય છે.

​​​​​​​દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં હાથી જોડાવા જોઈએ. આ હાથીનું રથયાત્રા સાથે એક પારંપરિક મહત્વ છે. તે રથયાત્રાની શોભામાં વધારો કરે છે. દર વર્ષે જે હાથી રથયાત્રામાં જોડાય છે તેમાં એક હાથી જોડે 3-4લોકો રહે છે. જેમાં એક મહાવત અને 3 સાથીદારો. આ તમામ હાથીને સાચવનારા મહાવત ગુજરાત બહારના છે તેઓમાંથી અમુક મહાવત અહીં આવી ગયા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat