Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > લુટેરી દુલ્હનઃ MP-ગુજરાત સહિત અનેક રાજ્યોની પોલીસ જેને શોધી રહી છે

લુટેરી દુલ્હનઃ MP-ગુજરાત સહિત અનેક રાજ્યોની પોલીસ જેને શોધી રહી છે

0
90

લગ્ન કરી બાળકો થયા બાદ નિરાંતે લગાવતી હતી લાખોનો ચુનો

ઇન્દૌરઃ મધ્યપ્રદેશ પોલીસ એક એવી લૂટેરી દુલ્હન (looteri dulhan) ને શોધી રહી છે, જેની તલાસમાં ગુજરાત સહિત અનેક રાજ્યોની પોલીસ પણ છે. આ લૂટેરી દુલ્હનની ખાસિયત એ છે કે તે લગ્ન કર્યા બાદ બાળકો પણ થાય જાય ત્યાર યોજના હેઠળ લૂટની યોજના બનાવતી. પતિના ઘરેથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રકમ લૂટી બીજા શિકારના શોધમાં ભાગી જતી.

આ કાવતરામાં તેના માસી-માસી પણ સામેલ રહેતા. જેમની ધરપકડ કરી લેવાઇ છે અને પોલીસ મુખ્ય સૂત્રધાર દુલ્હનને શોધી રહી છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં 2 વર્ષમાં 286 સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી

અલગ અલગ રાજ્યોમાં જઇ લગ્ન કરતી

રિપોર્ટ મુજબ અત્યાર સુધી આ લૂટેરી દુલ્હને (looteri dulhan) 4 લગ્ન કર્યા છે. કહેવાય છે કે આ મહિલા જેનું તાજેતરનું નામ લક્ષ્મીબાઇ હોવાનું જાણવા મળ્યુ છે. તે અલગ-અલગ રાજ્યોમાં જઇ લગ્ન કરતી. શાંતિથી ઘરસંસાર પણ માંડતી અને પછી થોડા સમય બાદ પતિને ડરાવી ધમકાવીને પતિ પાસેથી પૈસા પડાવી, ઘરમાંના સોના-ચાંદીના દાગીના પર હાથ સાફ કરી જતી રહેતી હતી.

કાવતરામાં સામેલ માસા માસીની ધરપકડ

આ ષડયંત્ર ઇન્દૌરમાં પલિસિયા પોલીસ મથકમાં જ્યારે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી ત્યારે પ્રકાશમાં આવ્યું. ત્યારે બાદ પોલીસે તુરત જ એક્શન લઇ લુટેરી દુલ્હનના માસા-માસીને પકડી પાડ્યા અને વધુ તપાસ ચલાવી છે. તાજેતરમાં રાજસ્થાન પાલીના રહેવાસી ઉમેદ સિંહ તેનો તાજો શિકાર બન્યા.

ઉમેદ સિંહે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે લક્ષ્મીબાઇ સાથે તેના 5 વર્ષ પહેલાં 7 એપ્રિલ 2016ના રોજ બિજાસન મંદિરમાં લગ્ન થયા હતા. લગ્ન બાદ બંનેને ત્રણ વર્ષ અને દોઢ વર્ષની બે પુત્રીઓ પણ જન્મી. તે પોતે તમિલનાડુમાં કામ કરે છે.

આ પણ વાંચોઃ મેહસાણાના યુવકના લગ્નના ઓરતા અધૂરા રહ્યા, સાસરિયાઓએ 2 લાખનો ચુનો ચોપડ્યો

રાજસ્થાનના શખસને બે પુત્રીઓ બાદ છેતર્યો

ઉમેદ સિંહે જણાવ્યું કે લક્ષ્મી તેના બીજા બાળકને જન્મ આપવાની હતી, ત્યારે પત્નીની માસી કમલાબાઇ અને માસા રાજુએ તેને અમદાવાદ બોલાવ્યા અને પૈસાની માગ કરી હતી. જો કે લગ્ન બાદ તેણે પોતાના સાસુ-સાસરાના ખાતામાં 6 લાખ રુપિયા જમા કરાવ્યા હતા. છતાં લક્ષ્મી તેની બંને પુત્રીઓને ત્યજીને જતી રહી.

અમદાવાદ, મુંબઇમાં પણ લગ્ન કર્યા

થોડા દિવસ પિયરમાં રહેવાનું કહી લક્ષ્મી ગઇ હતી. પરંતુ તે જ્યારે પત્નીને લેવા ઇન્દૌર ગયો તો, તેને ખબર પડી કે લક્ષ્મીબાઇ અમદાવાદમાં છે અને તેણે બીજા લગ્ન કરી લીધા છે. ત્યાર પછી એવું જાણવા મળ્યું કે લક્ષ્મીબાઇએ મુંબઇમાં એક શખસ જોડે લગ્ન કર્યા છે. તેનાથી તેને એક બાળકી પણ હતી. જ્યાંથી પણ તેણે કથિત પતિને દગો આપી લૂટ ચલાવી ભાગી ગઇ છે.

ઇન્દૌર પલાસિયા મહિલા પોલીસ સ્ટેશનની તપાસ અધિકારી રશ્મિ પાટીદારે જણાવ્યું કે વિવિધ રાજ્યોમાં લગ્ન કરી ભાગી જતી આ મહિલા (looteri dulhan)ના માસી અન માસની ધરપકડ કરી લેવામાં આવી છે અને ટુંકમાં જ લક્ષ્મીબાઇને પણ પકડી પાડવામાં આવશે. તેના માટે ઇન્દૌર પોલીસની વિવિધ ટીમો ઘણા સ્થળોએ તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ સીએમને ફેંટ મારવાનું કહેનાર પંકજ સામે આખરે પીઆઈએ ફરિયાદ નોંધાવી

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat