Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: GMDC સ્થિત ધન્વંતરી હોસ્પિટલ બહાર લાગી લોકોની લાંબી લાઈન

અમદાવાદ: GMDC સ્થિત ધન્વંતરી હોસ્પિટલ બહાર લાગી લોકોની લાંબી લાઈન

0
48

અમદાવાદ: ધન્વંતરિ હોસ્પિટલમાં (Dhanvantari Covid Hospital) સવારથી જ લોકોની લાંબી લાઈનો લાગેલી છે. દર્દીના સગાઓ કરગરી રહ્યા છે. આ દરમિયાન એક રિક્ષા ચાલકે દર્દીને લઈને ત્યાં બેરીકેડ પર જ ચઢાવી દીધી. દર્દીઓના સ્વજનો 3 દિવસથી દર્દીને લઈને આમ-તેમ હોસ્પિટલમાં રઝળપાટ કરતાં હતાં. આમ છતાં બેડ ના મળતા દર્દીનાં પરિવારજનોનો ત્યાં બંદોબસ્તમાં રહેલી પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. દર્દીના સગાઓ અહીં હાથ જોડીને કગરી રહ્યા છે, પરતું તેમને દાખલ કરવામાં આવી રહ્યા નથી.

ધન્વંતરિ હોસ્પિટલમાં 108 વિના કોઈ પણ ખાનગી વાહનમાં દાખલ કરવાનું જાહેર તો કરવામાં આવ્યું છે, પરંતુ તેની સામે દર્દીના સગાએ પહેલા જ હોસ્પિટલમાં જઈને ટોકન લેવાનું રહેશે. જ્યારે ટોકન નો સમય પણ માત્ર સવારે 8 થી 9 વાગ્યા સુધી એક કલાકનો જ રાખવામાં આવ્યો છે. દર્દીના સ્વજનો સવારે 5 વાગ્યાથી ત્યાં લાઈનમાં ઉભા રહે છે, પરંતુ હજુ સુધી તેમનો નંબર નથી આવી રહ્યો. Dhanvantari Covid Hospital

આ પણ વાંચો:  મહામારીનો પ્રકોપ: વડોદરામાં એક વર્ષમાં 3,192 બાળકો કોરોનાથી સંક્રમિત, 1નું મોત  Dhanvantari Covid Hospital

અહીં કેટલાક દર્દીઓની સ્થિતિ ગંભીર છે.જેમને અન્ય કોઈ હોસ્પિટલોમાં જગ્યા મળી રહી નથી. આથી તેમના સગાં સંબંધીઓને તેમને લઈને રીક્ષા તેમજ ખાનગી વાહનોમાં લઈને ત્યાં આવી રહયા છે, પરંતુ અહીં પણ તેમને દાખલ કરવામાં આવી રહ્યા નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat