Gujarat Exclusive > દેશ-વિદેશ > લોકતંત્રમાં હિંસા દુર્ભાગ્ય પૂર્ણ, અફવાઓથી બચો: PM મોદી

લોકતંત્રમાં હિંસા દુર્ભાગ્ય પૂર્ણ, અફવાઓથી બચો: PM મોદી

0
289

નવી દિલ્હી: નાગરિક્તા સંશોધન એક્ટને લઈને દિલ્હી સહિત સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે આ કાયદાના વિરૂદ્ધમાં જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી અને નદવા યુનિવર્સિટી સહિત અનેક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે. આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિક્તા સંશોધન એક્ટ પર હિંસક વિરોધને દુર્ભાગ્યપૂર્ણ અને દુ:ખદ ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે, ચર્ચા અને અસંતોષ લોકતંત્રનો જ ભાગ છે, પરંતુ આ માટે સરકારી સંપત્તિને નુક્સાન પહોંચાડવું અને જનજીવનને ખોરવવું ખોટું છે.

નાગરિક્તા એક્ટને લઈને રવિવારથી શરૂ હિંસક પ્રદર્શન પર વડાપ્રધાન મોદીએ સોમવારે ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે, સંસદના બન્ને ગૃહોમાંથી નાગરિક્તા સંશોધન એક્ટ 2019ને બહુમતીથી પાસ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં રાજનીતિક પાર્ટીઓ અને સાંસદોએ આ બિલનું સમર્થન કર્યું છે. આ કાયદો ભારતની સદીઓ જૂની સ્વીકૃતિની સંસ્કૃતિ, સદ્દભાવ, કરૂણા અને ભાઈચારાને દર્શાવે છે.

PM મોદીએ આગળ જણાવ્યું કે, પોતાના સાથી ભારતીયોને વિશ્વાસ અપાવવા માંગુ છું કે, CAA ભારતના કોઈ પણ ધર્મના નાગરિકને અસર નથી કરતું. કોઈ પણ ભારતીયએ આ કાયદા વિશે ચિંતા કરવાની કોઈ વાત નથી. આ કાયદો માત્ર તેવા લોકો માટે જ છે, જેમણે વર્ષોથી અત્યાચાર સહન કર્યો છે અને ભારતને છોડીને તેમની પાસે અન્ય કોઈ દેશમાં જવાનો વિકલ્પ નથી બચ્યો.

વડાપ્રધાન મોદીએ પોતાના ચોથા ટ્વીટકમાં જણાવ્યું કે, સમયની જરૂરિયાત છે કે, આપણે સૌ ભારતીયો વિકાસ અને દરેક ભારતીય ખાસ કરીને ગરીબ, દલિત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના સશક્તિકરણ માટે સાથે મળીને કામ કરીએ.

નાગરિક્તા કાયદો: જામિયાના VC નજમા અખ્તરે હિંસાની ઉચ્ચ સ્તરે તપાસની કરી માંગ