Gujarat Exclusive > રાજનીતિ > અધીર રંજનનો આર્ટીકલ 370 પર ‘સેલ્ફ ગોલ’, લોકસભામાં કોંગ્રેસની ફજેતી

અધીર રંજનનો આર્ટીકલ 370 પર ‘સેલ્ફ ગોલ’, લોકસભામાં કોંગ્રેસની ફજેતી

0
798

લોકસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસની ફજેતી થઈ ગઈ છે. હકીકતમાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ આર્ટીકલ 370 પર એવો સવાલ પુછ્યો કે, અમિત શાહે તેમની વાતનો વચ્ચેથી જ છેદ ઉડાડી દીધો. અમિત શાહે જણાવ્યું કે, આ મામલે કોંગ્રેસે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. કોંગ્રેસ જણાવે, શું કાશ્મીરને સંયુક્ત રાષ્ટ્ર (UN) મોનિટર કરે.

લોકસભામાં આજે જમ્મુ-કાશ્મીર રાજ્ય પુનગર્ઠન બિલ પર ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન કાર્યવાહી શરૂ થતા જ ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગૃહમંત્રીએ જેવું બિલ ટેબલ પર રાખ્યું કે, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે નિયમો અને કાયદાને બાજુ પર મૂકીને જમ્મુ-કાશ્મીરના ટૂકડા કરી નાંખ્યા છે.

અધીર રંજનના નિવેદન પર અમિત શાહ ભડક્યા અને જણાવ્યું કે, સરકારે કયો નિયમ તોડ્યો છે, તે બતાવો. સરકાર તેનો જવાબ આપશે. અમિત શાહે જણાવ્યું કે, કોંગ્રેસ નેતાએ જનરલ સ્ટેટમેન્ટ ના આપવું જોઈએ.

જેનો જવાબ આપતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે, તમે હાલ જ કહ્યું કે, કાશ્મીર અંગત બાબત છે, પરંતુ અહીં હજુ પણ સંયુક્ત રાષ્ટ્ર 1948થી મોનિટરિંગ કરતું આવ્યું છે.

અમિત શાહે અધીર રંજનને ટોકતા જણાવ્યું કે, તમે સ્પષ્ટ કરો કે, શું આ કોંગ્રેસનું સ્ટેન્ડ છે કે, સંયુક્ત રાષ્ટ કાશ્મીરને મોનિટર કરી શકે છે. જે બાદ ગૃહમાં હોબાળો થયો. અમિત શાહે અવારનવાર જણાવ્યું કે, તમે સ્પષ્ટ કરો કે, કાશ્મીરને UN મોનિટર કરી શકે છે, તમે હાલ જણાવ્યું.

અમિત શાહના આ નિવેદન બાદ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે, ગૃહમંત્રી પાસે તેમણે માત્ર સ્પષ્ટીકરણ માંગ્યું છે. ભારતના એક વડાપ્રધાને જમ્મુ-કાશ્મીર મુદ્દે શિમલા સમજૂતિ કરી, બીજા વડાપ્રધાને લાહોર યાત્રા કરી. તો પછીઆ અંગત બાબત કેમ ગણી શકાય. સંસદમાં આ મામલે ખુબ જ હોબાળો થયો હતો.

સોનિયા ગાંધી નારાજ
હવે અધીર રંજન એવું કહી રહ્યા હતા, ત્યારે તેમની નજીક UPA ચેરપર્સન સોનિયા ગાંધી પણ બેસેલા હતા. તેઓ પણ અધીરના નિવેદનથી ચોંકી ઉઠ્યા હતા. અધીર રંજનના નિવેદનથી સોનિયા ગાંધી નારાજ પણ થયા.

સુત્રોનું માનીએ તો, અધીર રંજન ચૌધરીએ લોકસભામાં જે પક્ષ રાખ્યો તેનાથી સોનિયા ગાંધી નારાજ છે. સોનિયા ગાંધીએ આ બાબતે અધીર રંજન સાથે વાત પણ કરી, જો કે, સોનિયા ગાંધીએ મનીષ તિવારીના ભાષણના વખાણ કર્યા અને જણાવ્યું કે, મનિષ તિવારીએ પાર્ટીનો પક્ષ યોગ્ય રીતે ગૃહમાં રાખ્યો છે.

કાશ્મીરમાં 370 નાબૂદી પર બે ભાગમાં વેચાઇ કોંગ્રેસ