નવી દિલ્હીઃ બજેટ સત્રના બીજા ભાગનું બીજું સપ્તાહ આજથી શરૂ થઈ ગયું છે. પરંતુ જેવી કાર્યવાહી શરૂ થઈ કે તરત જ શાસક પક્ષ અને વિપક્ષે હોબાળો શરૂ કરી દીધો હતો. જોરદાર હોબાળાને કારણે પહેલા લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યસભાની કાર્યવાહી પણ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ત્યારબાદ બન્નેગૃહની બેઠક ફરી મળતાં ફરીથી હોબાળાના દ્રશ્યો સર્જાયા હતા જેને લીધે લોકસભા તેમજ રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલે એટલે કે મંગળવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ હતી. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને રાહુલ ગાંધીના ભાષણને લઈને શાસક પક્ષ અને વિપક્ષ સામ-સામે છે.
Advertisement
Advertisement
લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત
લોકસભા બાદ રાજ્યસભાની કાર્યવાહી પણ બે વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી. વિપક્ષના હોબાળાને કારણે આજે પણ સંસદના બંને ગૃહોની કાર્યવાહી ઠપ થઈ ગઈ છે.
વિપક્ષનો અવાજ દબાવવાની કોશિશ
આ અગાઉ વિપક્ષી પાર્ટીઓએ રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સંસદની ચેમ્બરમાં બેઠક યોજી હતી. બેઠક બાદ ખડગેએ મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે અમે જે મુદ્દા ઉઠાવી રહ્યા છીએ તેનાથી વિચલિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભારત જોડો યાત્રા 46 દિવસ પહેલા પૂર્ણ થઈ હતી. પોલીસ હવે પૂછપરછ કરી રહી છે કે યાત્રામાં કોણ-કોણ મળ્યું ? આ યાત્રામાં લાખો લોકો જોડાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં ભાષણ આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે યા6ા દરમિયાન એટલે કે કન્યાકુમારીથી કાશ્મીર સુધીના પ્રવાસ દરમિયાન લોકોએ તેમની સમસ્યાઓ તેમને જણાવી હતી. અમે આવતીકાલ માટેનો સમય માંગ્યો છે. બોલવા દેશે તો ચોક્કસથી બોલીશું. લોકશાહીમાં તેઓ બોલવા પણ દેતાં નથી.
Advertisement