Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ગુજરાતનાં 9 જિલ્લાઓમાં તીડનાં ટોળેટોળાં ત્રાટકતા જગતનો તાત ચિંતામાં, તંત્ર થયું દોડતું

ગુજરાતનાં 9 જિલ્લાઓમાં તીડનાં ટોળેટોળાં ત્રાટકતા જગતનો તાત ચિંતામાં, તંત્ર થયું દોડતું

0
795

ગુજરાત રાજ્યમાં એક વાર ફરી તીડનાં ટોળાંએ આતંક મચાવ્યો છે. રાજ્યનાં 9 જિલ્લાઓમાં તીડનાં ઝુંડે ભારે આતંક ફેલાવ્યો છે. જેને લઇને ખેડૂતો ચિંતામાં મૂકાઇ ગયા છે. એક તરફ સમગ્ર દેશથી લઇને રાજ્યમાં કોરોનાએ ભારે કહેર મચાવ્યો છે તો બીજી બાજુ હવે રાજ્યમાં તીડનાં ઝુંડે ખેડૂતોમાં મુશ્કેલી ઉભી કરી છે. રાજ્યનાં 9 જિલ્લાઓ જેવાં કે અમરેલી, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, બોટાદ, ભાવનગર અને ગાંધીનગર જિલ્લામાં તીડનાં ટોળેટોળાં ઉમટ્યાં છે. જેને લઇને જગતનાં તાત ભારે ચિંતામાં મુકાઇ ગયા છે. આ અગાઉ પણ રાજ્યમાં 4 કરોડથી વધુની સંખ્યામાં તીડ ત્રાટક્યા હતાં.

200થી 500ની સંખ્યામાં તીડનાં ટોળાંનું આક્રમણ
કૃષિ નિયામકે જણાવ્યું કે, ‘રાજસ્થાનમાં સ્થિર તીડનું ઝુંડ હવે પૂર્વ તરફ ફંટાયું છે. રાજસ્થાનનાં પણ અજમેર, જોધપુર અને નાગોર જિલ્લામાં તીડનું ઝુંડ સ્થિર થઈ ગયું છે. રાજ્યમાં 200થી 500ની સંખ્યામાં તીડનાં ઝુંડે આક્રમણ કરી દીધું છે. ત્યારે હવે આ મામલે રાજ્ય સરકાર રાજસ્થાન સરકાર સાથે પણ સતત સંપર્કમાં છે.’

સૌરાષ્ટ્રનાં ગઢડા તાલુકાનાં ઉમરડા, વિકળિયા, જલાલપર તેમજ બરવાળા તાલુકાનાં રામપરા સહિતનાં આસપાસનાં કેટલાંક ગામડાંઓમાં તીડનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં છે. તીડનાં ઝુંડે જુવાર, બાજરો, અને રજકાંનાં પાકોમાં આક્રમણ કર્યું છે. જો કે પહેલાની જેમ હાલમાં ફરી વાર તીડને ભગાવવા ખેડૂતો ખેતરે કામધંધો છોડીને તીડને ઉડાવવા થાળી લઇને ખેતરમાં પહોંચી ગયા છે. જો કે રાજ્યનાં 9 જિલ્લામાં એક સાથે ટોળાંએ આતંક મચાવતા કોરોનાનાં કહેરની સાથે-સાથે ખેડૂતોમાં વધુ એક ચિંતાનો ઉમેરો થયો છે. 2019 બાદ હવે 2020નું વર્ષ પણ ખેડૂતો માટે આકરુ સાબિત થયું છે.

અરવલ્લી જિલ્લા અંતર્ગત 28 ગામોમાં નિયંત્રણ કામગીરી હાથ ધરાઇ

અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગ તીડ મામલે સતર્ક થયું છે. ભિલોડા અને મેઘરજ તાલુકામાં પણ તીડનાં આક્રમણની શક્યતાને જોતા ખેતીવાડી વિભાગ દ્વારા 28 ગામોમાં 10 ટીમો દ્વારા નિયંત્રણ કામગીરી હાથ ધરાઈ છે. જેમાં ખેડૂતોને તંત્ર દ્વારા તીડ નિયંત્રણ અંગે માર્ગદર્શન અપાયું છે. જિલ્લામાં 19 હજાર હેકટર જમીનમાં ઉનાળું વાવેતર કરાયું છે. એક બાજુ જ્યારે ખેડૂતો કોરોના અને ઉનાળું પાકને લઈને ચિંતિત છે ત્યારે એવામાં પાકિસ્તાન અને રાજસ્થાનથી ત્રાટકેલા આ તીડનાં ટોળાંએ ખેડૂતોની ઉંઘ હરામ કરી દીધી છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

પાકિસ્તાનમાં સર્જાઇ દુર્ઘટના, કરાંચી એરપોર્ટ નજીક વિમાન તૂટી પડતાં 90થી વધુનાં મોતની આશંકા