Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > બનાસકાંઠા: વાવ તાલુકામાં ફરી તીડ આવતા ખેડૂતો પરેશાન, ઉભા પાકનો કરી નાખ્યો નાશ

બનાસકાંઠા: વાવ તાલુકામાં ફરી તીડ આવતા ખેડૂતો પરેશાન, ઉભા પાકનો કરી નાખ્યો નાશ

0
1522

બનાસકાંઠાના વાવ તાલુકામાં ફરી કરોડોની સંખ્યામાં તીડનું ઝુંડ આવતા ખેડૂતો પરેશાન થયા હતા. પાકિસ્તાન તરફથી આવેલા તીડના ઝુંડે માવસરી અને વાવ તાલુકાના 3000 હેક્ટર જમીનમાં વાવેલા રવિ પાકનો નાશ કરી દીધો હતો. બીજી તરફ ખેડૂતોએ સરકારને સહાય આપવાની વાત કરી રહ્યા છે.

 

ફરી આવ્યુ તીડનું ઝુંડ

પાકિસ્તાન તરફથી કરોડોની સંખ્યામાં આવેલા તીડના ઝુંડે માવસરી અને વાવ તાલુકાના અન્ય ગામોમાં અંદાજિત 3000 હેક્ટર જમીનમાં વાવેલો રવિ પાક જીરૂ, રાયડા અને એરંડાના પાકનો નાશ કરી દીધો હતો. તીડે ફરી આક્રમણ કરતા ખેડૂતોની દયનીય હાલત થઇ ગઇ છે. ખેડૂતોને ફરી નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતો સરકારને વિનંતી કરી રહ્યા છે કે સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી ખેડૂતોની દયનીય હાલત જોઇ વિશેષ પેકેજ જાહેર કરે. અસરગ્રસ્ત ખેડૂતોને સરકાર ત્રણ લાખ સુધીના ઓછા વ્યાજ દરની લોન આપી આત્મનિર્ભર થવામાં મદદ રૂપ બનવા વિનંતી કરી રહ્યા છે.

અમદાવાદ: ઈસનપુર નજીક ત્રિપલ અક્સ્માત, રસ્તા પર દૂધની નદી વહેવા લાગી