Gujarat Exclusive > દેશ-વિદેશ > બિહારમાં કોરોનાના કેસ વધતા 15 મે સુધી લૉકડાઉન

બિહારમાં કોરોનાના કેસ વધતા 15 મે સુધી લૉકડાઉન

0
38

પટણા: બિહારમાં કોરોના સંકટ વચ્ચે 15 મે સુધી લૉકડાઉન લગાવી દેવામાં આવ્યુ છે. સરકારના તમામ દાવા છતા બિહારમાં કોરોના સંક્રમણ વધતા ખુદ સરકારે લૉકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે ટ્વીટ કરીને જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રીએ ટ્વીટ કરતા લખ્યુ કે, કાલે સહયોગી મંત્રીગણ અને પદાધિકારીઓ સાથે ચર્ચા બાદ બિહારમાં 15 મે, 2021 સુધી લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેની વિસ્તૃત માર્ગદર્શિકા અને અન્ય ગતિવિધિના સબંધમાં ક્રાઇસીસ મેનેજમેન્ટ ગ્રુપની કાર્યવાહી હેતુ આદેશ આપવામાં આવ્યો છે.

બિહારમાં કોરોનાથી થતા મોતની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. એવામાં કેટલાક સંગઠનોએ રાજ્યમાં લોકડાઉનની માંગ કરી હતી. સોમવારે તો પટણા હાઇકોર્ટે પણ સરકારને પૂછ્યુ કે અંતે બિહારમાં ક્યારે લોકડાઉન લગાવવામાં આવશે? જ્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પણ રાજ્યમાં લોકડાઉન લગાવવાની માંગ કરી હતી. આ પરિસ્થિતિઓ વચ્ચે લોકડાઉન પર નિર્ણય લેવામાં આવે તેની શક્યતા હતી.

પટણા હાઇકોર્ટે પણ પૂછ્યો હતો સવાલ

પટણા હાઇકોર્ટે પણ બિહારમાં કોરોના સંક્રમણની બગડતી સ્થિતિ પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સોમવારે જસ્ટિસ ચક્રધારી શરણસિંહ અને જસ્ટિસ મોહિત કુમાર શાહની ખંડપીઠે બિહાર સરકારને પૂછ્યુ કે બિહારમાં લોકડાઉન લગાવવાની તૈયારી છે. ક્યાર સુધી રાજ્યમાં પૂર્ણ લોકડાઉન લગાવવામાં આવશે. હાઇકોર્ટે સુનાવણી કરતા સરકારની સિસ્ટમને ફ્લોપ ગણાવી હતી અને સાથે જ રાજ્ય સરકારને આ મામલે મંગળવારે જવાબ આપવા કહ્યુ હતું.

આ પણ વાંચો: ભારતમાં 1 ઓગસ્ટ સુધી 10 લાખ કોવિડ મોત થવાનું અનુમાન: IHME

કોરોના સંક્રમણના 11 હજારથી વધુ કેસ સામે આવ્યા

મહત્વપૂર્ણ છે કે બિહારમાં સોમવારે કોરોના સંક્રમણના 11407 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે આ મહામારીને કારણે વધુ 82 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1,07,667 પહોચી ગઇ છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર રિપોર્ટ અનુસાર, સોમવારે બિહારમાં સંક્રમણના 11,407 નવા કેસની પૃષ્ટી થઇ છે. પટણમાં સૌથી વધુ 2,028 નવા સંક્રમિત મળ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat