Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > લોકડાઉનમાં પરપ્રાંતીયોને રહેવા ઈસ્કોન મેગા મોલમાં વ્યવસ્થા ઊભી કરાઈ

લોકડાઉનમાં પરપ્રાંતીયોને રહેવા ઈસ્કોન મેગા મોલમાં વ્યવસ્થા ઊભી કરાઈ

0
437

દેશમાં લોકડાઉનમાં સૌથી ખરાબ પરિસ્થિતિ હાલ પરપ્રાંતીય લોકોની જોવા મળી રહી છે. જે લોકો બહારથી અહિંયા મજૂરી કરવા માટે આવ્યા હતા તે તમામ લોકોને હાલ રહેવા અને ખાવાના ફાંફાં પડી ગયા છે. ત્યારે આવા તમામ લોકોને હાલ અમદાવાદના એસજી હાઈવે ખાતે આવેલ ઇસ્કોન મોલમાં રહેવા માટેની સુવિધા આપવામાં આવી છે.

ગુજરાતમાં નાના મોટા કામ કરીને સ્થાનિક અને પરપ્રાંતીય લોકો પોતાનું ગુજરાન ચલાવે છે. લોકડાઉનને પગલે નાના કામ કરતાં લોકો ગુજરાત છોડીને પોતાના વતન જઈ રહ્યા હતા. ત્યારે પોલીસ અને તંત્રએ આવા લોકોને હંગામી રહેવાની વ્યવસ્થા કરી આપી છે. અમદાવાદનો ઇસ્કોન મોલ આવા લોકોનું શેલ્ટર બન્યું છે. જે મોલમાં લોકોની અવર જવર કરતા હતા ત્યાં લોકોની રસ્તા પર રઝળતા લોકોને સાચવવામાં આવે છે. મોલમાં ગરીબીને પથારી પાથરવામાં આવી છે. 130 લોકોને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને જમવા અને રહેવા માટેની સગવડ કરવામાં આવી છે અને અમદાવાદના અલગ અલગ જગ્યાએથી લેવામાં આવ્યા હતા.

રાજયમાં લોકડાઉનનો ચૂસ્ત અમલ કરાવવા ગુજરાત ડીજીપીનો આદેશ

ગુજરાત રાજયના પોલીસ વડા શિવાનંદ જાએ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું છે કે, રાજયમાં લોકડાઉનનો ચૂસ્ત અમલ કરાવવા માટે તેવો શક્ય તેવા પગલા ઉપાડશે અને વાહનોની નંબર પ્લેટના આધારે રસ્તા પર વારેઘણીએ ફરતા દેખાશે તો તેમની સામે કાયદાકીય કર્યવાહી કરવામાં આવશે.જેના માટે ઓટોમેટિક નંબરપ્લેટ રિકગ્નાઇઝેશન સોફ્ટવેરની મદદ લેવામાં આવી રહી છે. જેના આધારે રસ્તા પરનાં વિવિધ ફુટેજનાં આધારે વારંવાર ફરતા દેખાયેલા વાહનની ઓળખ કરશે. આ તમામ વિરુદ્ધ ગુના દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

લોકડાઉનનું પાલન નહિં કરનારાઓ સામે ગુજરાત ડીજીપીની લાલઆંખ, લીધો મહત્વનો નિર્ણય