Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BREAKING : અમદાવાદના આ વિસ્તારમાં 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન

BREAKING : અમદાવાદના આ વિસ્તારમાં 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન

0
156
  • ગુજરાતમાં રવિવારે કોરોનાના નવા 919 પોઝિટિવ કેસ મળી આવ્યાં
  • રાણીપમાં એક જ અઠવાડિયામાં કોરોનાથી 6 લોકોના મૃત્યુ થતા સ્વયંભૂ લોકડાઉન
  • 50થી વધુ સોસાયટીઓ કોરોના મહામારીને કારણે સ્વૈચ્છિક સ્વયંભૂ લોકડાઉનમાં જોડાઇ

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધતો જઇ રહ્યો છે. ત્યારે કોરોના સંક્રમણ હજી પણ અટકવાનું નામ નથી લઇ રહ્યું. હજી પણ રાજ્યના કેટલાંક એવા વિસ્તારો છે કે જ્યાં કોરોનાના કેસો વધતા સ્વૈચ્છિક લોકડાઉન સ્થાનિકો દ્વારા જાહેર કરવામાં આવતું હોય છે. એવામાં અમદાવાદનાં રાણીપ વિસ્તારમાં રાધાસ્વામી રોડ પર સ્થાનિકોએ સ્વૈચ્છિક લોકડાઉન (lockdown latest news) જાહેર કર્યું છે. એક જ અઠવાડિયામાં કોરોનાથી 6 લોકોના મૃત્યુ થતા ત્યાનાં સ્થાનિકો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: સી-પ્લેન આજે અમદાવાદમાં : દિલ્હીનું ભાડું રૂ.2500 આસપાસ પરંતુ કેવડિયાનું ભાડું જાણી ચોંકી જશો

lockdown latest news

શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા રાધાસ્વામી રોડ પર સ્થાનિકોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી પોસ્ટરો મારી દીધાં છે. મળતી વિગત અનુસાર એક જ અઠવાડિયામાં આ વિસ્તારમાં કોરોનાથી 6 લોકોના મોત થતા સ્થાનિકો દ્વારા આ સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ વિસ્તારમાં આવેલી 50થી વધુ સોસાયટીઓ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાઇ છે. જેને લઇને આજ વહેલી સવારથી જ દુકાનો બંધ જોવા મળી છે. સ્થાનિકો દ્વારા આ વિસ્તારમાં આજથી આગામી 10 દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રવિવારે કોરોનાના નવા 919 પોઝિટિવ કેસ મળી આવ્યાં છે. જ્યારે વધુ 7 લોકોના મરણ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા (Gujarat Corona Cases) વધીને 1,67,173 પર પહોંચી ચૂકી છે. જ્યારે જીવલેણ વાઈરસ અત્યાર સુધી કુલ 3689 લોકોને ભરખી ચૂક્યો છે.

આ પણ વાંચો: GTUના મેરીટ બેઝ માસ પ્રમોશનથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે

જો કે રાજ્ય માટે (Gujarat Corona Update) રાહતની વાત છે કે, અત્યાર સુધીમાં કુલ 1,49,548 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. જેમાં છેલ્લાં 24 કલાકમાં 963 કોરોના દર્દીઓ (Gujarat Corona Cases) સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યાં છે.

રાજ્યમાં એક દિવસમાં સામે આવેલા નવા કેસોની વિગતો (Gujarat Corona Update) જોઈએ તો, 919 કોરોના દર્દીઓમાંથી (Gujarat Corona Cases) સૌથી વધુ 227 પોઝિટિવ કેસ સુરતમાંથી સામે આવ્યાં છે. જ્યારે અમદાવાદમાં 174 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજ રીતે વડોદરામાં 115, રાજકોટમાં 97, જામનગરમાં 43 અને ગાંધીનગર જિલ્લામાં 35 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. (lockdown latest news)