Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના સામે જંગ જીતવા દેશમાં લૉકડાઉન પુરતુ નથી: રઘુરામ રાજન

કોરોના સામે જંગ જીતવા દેશમાં લૉકડાઉન પુરતુ નથી: રઘુરામ રાજન

0
515

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું છે કે, કોરોના જેવી મહામારીને રોકવા માટે માત્ર રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન પૂરતું નથી. આ એક ગંભીર ચિંતાનો વિષય છે, કારણ કે લૉકડાઉન માત્ર લોકોને કામ પર જવાથી જ નથી રોકતું, પરંતુ તે તેઓને ઘરે જ રાખે છે. આ જરૂરી નથી કે, ઘર દૂર-દૂર જ હોય, પરંતુ ઝૂંપડપટ્ટીમાં પણ હોઈ શકે છે, જ્યાં લોકો એકસાથે મળીને રહેતા હોય છે.

બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં રાજને જણાવ્યું કે, કોરોના વાઈરસના ફેલાવાને રોકવો કપરો છે. લૉકડાઉનથી સમાજના ગરીબ વર્ગના લોકોની મુશ્કેલી વધી જશે. કેન્દ્ર સરકાર 21 દિવસોના લાંબા લૉકડાઉનની જાહેરાત કરી છે, જેનાથી દેશની અર્થ વ્યવસ્થા કથળી ગઈ છે. કોરોડો લોકો ઘરે રહેવા મજબૂર બન્યા છે, જેના કારણે મોટાભાગના લોકો સમક્ષ પ્રાથમિક સુવિધા જેવા ભોજન અને દવાઓની સમસ્યા સર્જાઈ ગઈ છે.

કોરોના વાઈરસ સામેની વૈશ્વિક જંગ પર RBIના પૂર્વ ગવર્નરે જણાવ્યું કે, અસમજસ અને અન્ય દેશો વચ્ચે સમન્વયના અભાવની વાતનો ઈન્કાર ના કરી શકાય. દેશ ગભરાયેલો છે. આથી થોડી ઘણી અસમજસની વાત સમજી શકાય છે. તમારે બાકીની દુનિયા વિશે વિચારતા પહેલા પોતાના દેશમાં ચિકિત્સાકીય આપૂર્તિ વિશે ધ્યાન આપવું જોઈએ.

શું 14 એપ્રિલ બાદ વધી શકે છે લૉકડાઉનની ડેટ? સરકારે જાહેર કર્યું 3 મહિનાનું પેકેજ