Gujarat Exclusive > દેશ-વિદેશ > ઉત્તર પ્રદેશમાં વીકેન્ડ લૉકડાઉન લંબાયુ, હવે મંગળવાર સુધી બધુ રહેશે બંધ

ઉત્તર પ્રદેશમાં વીકેન્ડ લૉકડાઉન લંબાયુ, હવે મંગળવાર સુધી બધુ રહેશે બંધ

0
29

લખનઉ: ઉત્તર પ્રદેશમાં કોરોના વાઈરસની બીજી લહેર તબાહી મચાવી રહી છે. કોરોનાના કારણે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિને જોતા ઉત્તર પ્રદેશ સરકારે વીકેન્ડ લૉકડાઉનની મુદ્દત વધારી દીધી છે. જે અંતર્ગત હવે શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી મંગળવારે સવારે 7 વાગ્યા સુધી લૉકડાઉન રહેશે. UP Lockdown

એટલે કે, ત્રણ દિવસ શનિવાર, રવિવાર અને સોમવારે રાજ્યવ્યાપી લોકડાઉન રહેશે. અગાઉ માત્ર સોમવારે સવાર સુધી જ લૉકડાઉનનો આદેશ હતો. જ્યારે સ્કૂલો માટે પણ નવો આદેશ બહાર પડ્યો છે. હવે ધોરણ 8 સુધી તમામ સ્કૂલો 20મીં મે સુધી બંધ રહેશે. અગાઉ તેમને 30 એપ્રિલ સુધી રજા આપવામાં આવી હતી.

આ પણ વાંચો:  સાબરકાંઠા: ‘ગરીબોની હાય લો છો…જમાદાર’ માસ્કનો દંડ માંગતા આધેડ જાહેરમાં ધૂણવા લાગ્યો UP Lockdown

જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુરુવારે 35,156 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે ડિસ્ચાર્જ થનારા લોકોની સંખ્યા એટલે કે રિકવરી રેટ પણ ઘટ્યો છે. 24 કલાકમાં 25,163 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે, જ્યારે વધુ 258 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. UP Lockdown

હાલ રાજ્યમાં કોરોનાના 3,09,237 એક્ટિવ કેસો છે, જેમની સારવાર ચાલી રહી છે. નવા કેસ ઉમેરાવાની સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો વધીને 12,17,955 પર પહોચી ચૂક્યો છે. જેમાંથી 8,96,477 લોકો સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2,25,000 કોરોના ટેસ્ટિંગ કરવા સાથે જ અત્યાર સુધીમાં રાજ્યમાં 4 કરોડથી વધુ કોરોના ટેસ્ટિંગ થઈ ચૂક્યાં છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat