Gujarat Exclusive > દેશ-વિદેશ > 31 ઓક્ટો.સુધી મહારાષ્ટ્રમાં લોકડાઉન

31 ઓક્ટો.સુધી મહારાષ્ટ્રમાં લોકડાઉન

0
510

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે કોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં લઈ 31 ઓક્ટોબર સુધી લોકડાઉન વધારી દેવાની જાહેરાત કરી છે. જો કે આ લોકડાઉનમાં ઘણી એવી છુટછાટ પણ આપવા માટેની તેમણે જાહેરાત કરી છે. રાજયમાં હોટલ,ફુડ,રેસ્ટોરન્ટ અને બાર ખોલવા માટેની તેઓએ મંજુરી આપી દીધી છે. 5 ઓક્ટોબરથી 50 ટકા ક્ષમતાની સાથે હોટલ,રેસ્ટોરન્ટ,ફુડ કોર્ટ અને બાર ખોલવામાં આવી શકે છે.

આ સાથે ડબ્બાવાળાને મુંબઈની લોકલ ટ્રેનમાં મંજુરી આપી દીધી છે. આ માટે મુંબઈ પોલીસ કમિશનરથી પહેલા ક્યુઆર કોડ લેવું પડશે. વળી, પુણેમાં લોકલ ટ્રેન સેવાઓ પુન:સ્થાપિત કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં 18317 નવા કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના 18,317 પોઝિટિવની કેસ સામે આવ્યા છે. જેમાં 481 લોકોના મોત થયા અને 19,163 દર્દીઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી હતી. સાર્વજનિક સ્વાસ્થય વિભાગના આંકડાઓના અનુસાર, રાજયમાં કોરોના વાયરસના કેસમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: નિષ્ણાંતની ગંભીર ચેતવણી : કોરોનાની માત્ર બીજી નહીં, ત્રીજી લહેર પણ આવશે

રાજયમાં અત્યાર સુધી કોરોના વાયરસના 13,84,446 દર્દીઓ થઈ ગયા છે. જેમાંથી 36,662 લોકોના મોત થયા છે અને 10,88,332 લોકોએ કોરોના સામે જંગ લડી સ્વસ્થ થયા છે. જો કે, હાલ રાજયમાં કોરોનાના 2,59,033 એક્ટિવ કેસ છે.

નિષ્ણાંતની ગંભીર ચેતવણી : કોરોનાની માત્ર બીજી નહીં, ત્રીજી લહેર પણ આવશે

સમગ્ર વિશ્વમાં કોરોના કહેર સતત વધતો જ જઇ રહ્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસો થમવાનું નામ નથી લઇ રહ્યું. ત્યારે એવામાં કોરોના વાયરસ એક્સપર્ટે કોરોના મહામારીને લઇને ત્રીજા તબક્કા સુધીની ચેતવણી આપી દીધી છે.

જો કે વિશ્વમાં હજી સુધી એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે, કેવી સ્થિતિમાં કોરોનાના વધતા જતા કેસોને એક નવી લહેર કહેવામાં આવે. બીજી બાજુ બ્રિટનના એડિનબર્ગ યુનિવર્સિટીમાં સંક્રમક રોગોના પ્રોફેસર માર્ક વૂલહાઉસએ કહ્યું કે, “કોરોનાની ત્રીજી લહેર બિલકુલ સંભવ છે.”

બ્રિટિશ કોરોના એક્સપર્ટ માર્ક વૂલહાઉસનું કહેવું છે કે, “લોકડાઉનથી કોરોના ખતમ નથી થતો, પરંતુ સમસ્યા થોડી વધી જાય છે. તમને જણાવી દઇએ કે બ્રિટેનમાં બીજી વાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે અને ફરીથી દેશમાં નેશનલ લોકડાઉનનો ખતરો ઉભો થઇ ગયો છે.”

આ પણ વાંચો: Unlock-5: સિનેમાઘરો અને મલ્ટીપ્લેક્સ ખુલશે, શાળા કોલેજોનો નિર્ણય રાજ્યો પર

પ્રોફેસર માર્ક વૂલહાઉસનું કહેવું છે કે, “નજીકની મુશ્કેલીને રોકવા માટે વધુ આકરાં પગલાં લેવાવા જોઇએ જેથી હાલ પૂરતું સંક્રમણ ઘટી જાય, પરંતુ તેનાથી વાયરસ ભાગતો નથી. એક ન્યુઝ ચેનલના શોમાં ભાગ લેતી વખતે પ્રોફેસરે બ્રિટેનના સંદર્ભમાં કહ્યું હતું કે, “ગઇ વખતની સમીક્ષામાં સપ્ટેમ્બરમાં બીજી વાર લોકડાઉનની જરૂરિયાત ગણાવવામાં આવી હતી.”