Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > લૉકડાઉને વધારી લોકોના ખોરાક-પાણીની ચિંતા, અમદાવાદમાં અનેક લોકો અટવાયા

લૉકડાઉને વધારી લોકોના ખોરાક-પાણીની ચિંતા, અમદાવાદમાં અનેક લોકો અટવાયા

0
445

અમદાવાદ: ચીનથી પ્રસરેલા અને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાને રોકવા માટે ભારતને લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. જો કે આ લોકડાઉનના કારણે અનેક લોકો એવી જગ્યાએ ફસાઇ ગયા છે કે, તેઓ જીવન જરૂરિયાતોની ચીજોથી વંચિત થઇ ગયા છે.

અમદાવાદમાં અનેક ફ્લેટોમાં લોકો ફસાયા છે. ઘણા લોકો તો પોતાના ઘરમાં હોવા છતાં તેમને પાસે ખાવા માટે જરૂરી રાશન છે ના પીવા માટે પાણી છે.

ખાસ કરીને એવા લોકોની હાલત કફોડી થતી જઇ રહી છે, જેઓ અમદાવાદમાં રોજી-રોટી માટે આવ્યા છે અને હાલમાં ભાડાના ઘરમાં ફસાયેલા છે. આ ઉપરાંત જે લોકો પીજીમાં રહી રહ્યાં છે તેમની સ્થિતિ પણ પ્રતિદિવસ ખરાબ થઇ રહી છે.

અમદાવાદના ફ્લેટોમાં ફસાયેલા લોકો ફેસબુક-ટ્વીટર જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય લોકો પાસે મદદ માગી રહ્યાં છે. આવા જ કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં મદદ માંગી હોય, તેમની પોસ્ટના સ્ક્રિન શૉટ જુઓ તો તમને ખ્યાલ આવી જશે…


અનેક લોકો પીવાના પાણીનું પૂછી રહ્યાં છે તો કેટલાક લોકો પૂછી રહ્યાં છે કે, શું આસપાસમાં ક્યાય કોઈ દુકાન ચાલું છે કે, જ્યાંથી જીવન જરૂરિયાત વસ્તુ મળી શકે? આવામાં સરકારે મોટા શહેરોમાં ફ્લેટોમાં રહેતા લોકો સુધી ભોજન પહોંચે તેવી વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. નહીં તો કોરોનાથી પહેલા તેઓ ભૂખના કારણે બંડ પોકારીને રસ્તા ઉપર ઉતરી પડશે તો પછી કોરોના પોતાનું કામ કરી નાખશે. તેથી સરકારે શહેરોમાં ફસાયેલા લોકોની મદદ કરવા માટે અને જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી છે.

અગાઉ લોકડાઉન જાહેર થતાં જ ગુજરાતમાં મજૂરીનું કામ કરતા લાખો લોકો પગપાળા જ રાજસ્થાન જવા માટે મજબૂર બન્યા હતા. હજુ પણ હજારોની સંખ્યામાં લોકો ચાલતા જ પોતાના ઘરે જઈ રહ્યાં છે. જ્યારે સરકાર અન્ય દેશોમાંથી ભારતીયોને પરત લાવવા માટે પ્લેન મોકલી શકે છે, તેવામાં દેશમાં રહેતા લોકોને પોતાના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા ના કરવી જોઈએ?

કોરોનાના પગલે ગડકરીની મોટી જાહેરાત, નેશનલ હાઈવે પર નહી લેવામાં આવે ટોલ