Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ સહિત દેશના 13 શહેરોમાં લંબાઈ શકે છે લૉકડાઉન! કેબિનેટ સચિવે PMOને સોંપ્યો રિપોર્ટ

અમદાવાદ સહિત દેશના 13 શહેરોમાં લંબાઈ શકે છે લૉકડાઉન! કેબિનેટ સચિવે PMOને સોંપ્યો રિપોર્ટ

0
2573

નવી દિલ્હી: દેશમાં Covid-19ના 70 ટકા કેસો 13 મોટા શહેરોમાંથી જ સામે આવ્યા છે. માનવામાં આવે છે કે, લૉકડાઉન-5 આજ 13 શહેરોમાં લાગૂ કરવામાં આવી શકે છે. જેમાં મહારાષ્ટ્રના ત્રણ શહેરો ઠાણે, મુંબઈ અને પૂણે સામેલ છે. જ્યારે અન્ય 10 શહેરોમાં દિલ્હી, નવી દિલ્હી, અમદાવાદ, હૈદરાબાદ, કોલકતા-હાવડા, ઈન્દોર, જયપુર, જોધપુર, ચેંગલપટ્ટૂ અને તિરૂવલ્લૂર (તમિલનાડુ) સામેલ છે.

આ શહેરોમાં મહામારીના હાલની સ્થિતિ અને લૉકડાઉન-5 લાગૂ કરવાને લઈને કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ આ શહેરોના મ્યૂન્સિપલ કમિશ્નનરો અને ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટો સાથે ગુરૂવારે ઓનલાઈન બેઠક કરી હતી. પ્રાપ્ત જાણકારી પ્રમાણે, કેબિનેટ સચિવે પોતાનો રિપોર્ટ PMOને મોકલી દીધો છે. હવે વડાપ્રધાન આ મામલે કોઈ નિર્ણય લઈ શકે છે.

રાજ્યોને સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવી શકે છે. કેન્દ્રએ પ્રતિબંધિત ઝોનને યોગ્ય રીતે નક્કી કરવા પર ભાર મૂક્યો છે. મ્યુન્સિપલ કોર્પોરેશન કોઈ રહેણાંક વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરી શકે છે. વીડિયો કોન્ફરન્સ મારફતે યોજાયેલી આ બેઠકમાં સબંધિત રાજ્યોના મુખ્ય સચિવ સિવાય આરોગ્ય સચિવોએ પણ ભાગ લીધો હતો.

કેન્દ્ર સરકારે શહેરી વસ્તીઓમાં કોરોનાનો સામનો કરવાને લઈને પહેલા જ ગાઈડલાઈન આપી દીધી છે. જેમાં ઘરે-ઘરે જઈને શંકાસ્પદ સંક્રમિતોની ઓળખ કરવા, સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવેલા લોકોને ઓળખા, મૃત્યુદર અને ટેસ્ટિંગની સંખ્યા વગેરેને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. આ સિવાય સોશિયલ ડિસ્ટન્સિંગ, ક્વોરેન્ટાઈનના નિયમો, બફર ઝોન નક્કી કરવાના માપદંડ વગેરે પર ચર્ચા કરવામાં આવી છે.

અમદાવાદમાં કોરોનાનો શિકાર બની રહ્યા છે ડૉક્ટર્સ, બે મહિનામાં 100થી વધુ સંક્રમિત